GSTV
Gujarat Government Advertisement

કોવિડ પોઝિટિવ બાદ આદિત્ય નારાયણની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ થયા બાદ પિતાને મોકલી ઈમોશનલ પોસ્ટ

Last Updated on April 5, 2021 by

આદિત્ય નારાયણે શનિવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ કોવિડનો શિકાર બન્યા છે. આદિત્યએ શ્વેતા સાથે એક ફોટો શેર કર્યો અને લખ્યું કે મને અને મારી પત્ની શ્વેતા અગ્રવાલનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એ કહેવાથી ખૂબ દુ:ખ થાય છે. અમે બંને હોમ ક્વોરન્ટાઈન છીએ. કૃપા કરીને કાળજી લો અને સુરક્ષિત રહો અને તમારી પ્રાર્થનામાં અમને યાદ રાખો.

હવે આદિત્યના પિતા ઉદિત નારાયણે પુત્ર અને પુત્રવધુ શ્વેતાની હેલ્થ અપડેટ આપી છે. ઉદિતે કહ્યુ કે, આદિત્યનો તેને મેસેજ આવ્યો હતો કે તે હવે હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા છે. તેણે કહ્યું, આદિત્યે ખુદને હૉસ્પિટલમાં એડમિટ કરી લીધો છે. જોકે શ્વેતાની તબિયત હાલ સુધારા પર છે.

પુત્રવધુ વિશે વાત કરતા તેણમે કહ્યુ કે, પુત્રવધુ શ્વેતા હૉસ્પિટલમાં દાખલ નથી થઈ. તે ઘર પર જ કવોરન્ટાઈન છે. મને આદિત્યનો મેસેજ આવ્યો હતો કે પાપા મારી ચિંતા ન કરો, હું સ્વસ્થ છું. મારા માટે પ્રાર્થના કરો. જણાવી દઈએ કે ઉદિત પોતાના ઘરે તેની પત્ની સાથે રહે છે. તે ઘર પરથી જ આદિત્યની હેલ્થ અપડેટ લઈ રહ્યા છે.

શૉની શૂટિંગ રોકવામાં આવી

આદિત્યના કોવિડ-પોઝિટિવ આવ્યા બાદ શૉની શૂટિંગ રોકવામાં આવી છે. હવે ટીમના તમામ મેમ્બર્સનો કોવિડ ટેસ્ટ કરાશે. ત્યાં સુધી શૉના તમામ જજ અને બાકી ટીમ કવોરન્ટાઈન પર છે.

જય ભાનુશાળી કરી રહ્યો છે હોસ્ટ

જો કે, આદિત્યની તબિયત લથડ્યા પછી, જય ભાનુશાળીએ શોનું હોસ્ટિંગ શરૂ કર્યું. શોના નિર્માતાઓએ જયને આદિત્યની ગેરહાજરીમાં શોને હોસ્ટ કરવા કહ્યું અને તેણે પણ તરત જ હોસ્ટ કરવાની હા પાડી.

ડિસેમ્બરમાં આદિત્ય અને શ્વેતાનાં લગ્ન થયાં. લગ્ન પછી, તે બંને નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા. બંને ઉદિત નારાયણના ઘરે રહેતા નથી, જોકે નજીકમાં જ બંનેનું નવું મકાન છે. આ વિશે આદિત્યએ કહ્યું હતું કે, મેં અંધેરીમાં 5 બીએચકેનું નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું, જે મારા પિતાના ઘરથી 3 ઇમારત દૂર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો