Last Updated on February 27, 2021 by
આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સએ પોતાના મુખ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ એક્ટિવ હેલ્થ અપડેટ કર્યું છે. એના હેઠળ બે વર્ષ સુધી કોઈ ક્લેમ ન કરવા પર પોલીસીંહોલ્ડરને પ્રીમિયમના પુરા પૈસા પરત આપવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ હેલ્થ ઇન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રીનો પહેલો એવો પ્લાન છે જેમાં 100% પ્રીમિયમ પરત કરવામાં આવશે.
રીવોર્ડ અને વીમિત રકમને રી-લોડ કરવાની સુવિધા મળશે
કંપની તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક્ટિવ હેલ્થ પોલિસીને અપડેટ વર્ઝનમાં પોલિસી હોલ્ડરને રીવોર્ડ અને વીમિત રકમ 100%ના બરાબર રિલોડ કરવાની સુવિધા મળશે. પોલિસીહોલ્ડરને કેશ સમાન રીવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે. આ રિવોર્ડ્સનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધી ખર્ચા જેવા કે દવા ખરીદવા, ડાયગ્નોસ્ટિ ટેસ્ટ માટે ચુકવણી, ડે-કેર ઉપચાર, આઉટ પેશન્ટ(OPD) ખર્ચ અને વૈકલ્પિક ઉપચાર માટે ઉપયોગ કરી શકાશે.
પ્રીમિયમ ચુકવણીમાં પણ ઉપયોગ કરી શકાય છે રીવોર્ડ
કંપનીના CEO મયંક બથવાલનું કહેવું છે કે પોલિસી હોલ્ડર બે ક્લેમ ફ્રી યર માટે સમ ઇંશ્યોર્ડનું 100% બોનસ મેળવી શકો છો. આ રીવોર્ડનો ઉપયોગ ભવિષ્યના પ્રીમિયમની ચુકવણી માટે કરી શકાય છે.
એક્ટિવ હેલ્થ પોલિસીમાં માનસિક રોગ ચર્ચા પણ કવર હશે
એક્ટિવ હેલ્થ પોલિસીમાં પોલીસીંહોલ્ડરના માનસિક રોગની ચર્ચા, અસીમિત હોમ્યોપેથી ટેલિમેડીસીન, ડે-કેયર ઉપચાર, અસ્થમા, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીઝ જેવી બીમારીને પહેલા દિવસથી જ કવર મળશે.
વિદેશમાં પણ મળશે સારવારની સુવિધા
આ પોલિસીમાં પોલીસીંહોલ્ડરને વિદેશમાં કેશલેસ સારવારની સુવિધા મળશે. આ સુવિધા ગંભીર બીમારીના ઉપચાર માટે મળશે. વિદેશમાં ઉપચાર અમાટે પોલિસી હોલ્ડરે 3 થી 6 કરોડ રૂપિયા સુધીનું કવર મળશે. આ પોલિસીમાં કોવિડ-19ને પણ કવર આપવામાં આવશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31