GSTV
Gujarat Government Advertisement

સાવધાની/ રાશન કાર્ડ બનાવતી સમયે તમે પણ કર્યા છે આ ગરબડ ગોટાળા તો ચેતી જજો, આ કામ માટે દંડ સાથે સજાની છે જોગવાઈ

રાશન

Last Updated on March 12, 2021 by

શું તમે રાશનકાર્ડ ધારક છો? અને જો જવાબ હા હોય તો તો ચોક્કસપણે આગળના સમાચાર વાંચો. જી હાં દેશના ઘણા રાજ્યોમાં રાશનકાર્ડમાં નામ ઉમેરવા અને કાઢવાનું હાલમાં કામ ચાલુ છે. રાશનકાર્ડમાં છેતરપિંડી (ફ્રોડ) ના કેસમાં અનેક રાજ્ય સરકારોએ આકરો નિર્ણય લીધો છે અને પોલીસ તપાસ પણ સઘન બની છે.

કેટલાક રાજ્યોમાં રાશનકાર્ડમાં ખોટા નામ દાખલ કરનાર કે પછી રાશનકાર્ડમાં નોંધાયેલ વ્યક્તિના મોત બાદ પણ ક્વોટા થકી રાશન મેળવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિકવરી વિભાગ આ કેસમાં નજીકથી નજર રાખી રહ્યું છે. તે આ પ્રકારની છેતરપિંડીની તપાસ કરી રહી છે. ફૂડ સપ્લાય વિભાગ આરોપીઓ સામે છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી રહ્યું છે. આટલું જ નહીં છેતરપિંડી કરનારાઓની પણ ધરપકડ કરવામાં આવી રહી છે.

રેશન

અહીં જાણી લો કે જો હવે તમે ખોટા દસ્તાવેજોથી રાશનકાર્ડ બનાવવાનું કામ કરો છો અથવા ખોટા નામ પર રેશન મેળવશો તો તમારે જેલની સાથે દંડ પણ ભરવો પડી શકે છે.

આ શરતોને પૂર્ણ કરવી જરૂરી છે:

અત્રે નોંધવું જોઇએ કે રાશનકાર્ડ મેળવવા માટે અમુક શરતો પૂરી કરવી જરૂરી છે. આ ઘણી વખત જોવા મળ્યું છે કે ગરીબી રેખા અથવા અંત્યોદય યોજનાની રાશનકાર્ડ મેળવવા માટે લોકો ખોટા દસ્તાવેજો જમા કરાવે છે. જ્યારે બનાવટી રાશનકાર્ડ બનાવવું એ ભારત સરકારના ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ શિક્ષાત્મક ગુનો છે. જો તમને બનાવટી રાશનકાર્ડ બનાવવા બદલ દોષી ઠેરવવામાં આવે છે, તો તમારે 5 વર્ષની જેલ અને દંડ ભરવો પડી શકે છે. એટલું જ નહીં, જો તમે ફૂડ વિભાગના અધિકારીને કાર્ડ બનાવવા માટે લાંચ આપવાનું કામ કરો છો, અથવા ફૂડ વિભાગના અધિકારી પણ લાંચ લીધા પછી રાશનકાર્ડ બનાવે છે, તો આ કિસ્સામાં પણ સજા અને દંડની જોગવાઈ કાયદામાં છે.

રાશન

સરકારે કડકતા બતાવી:

તમને જણાવી દઈએ કે રાશનકાર્ડને ભારત સરકારના માન્યતા પ્રાપ્ત સરકારી દસ્તાવેજ તરીકે પણ માન્યતા આપવામાં આવે છે. રાશનકાર્ડ ધારકો, તેની સહાયથી, જાહેર વિતરણ પ્રણાલી હેઠળ બજારભાવ કરતા ઘણા ઓછા ભાવે વાજબી ભાવોની દુકાનમાંથી અનાજ (ઘઉં, ચોખા અને કઠોળ) ખરીદે છે.

રાશન

ત્રણ પ્રકારના કાર્ડ્સ:

દેશમાં રાશનકાર્ડ બનાવવાનું કામ સામાન્ય રીતે ત્રણ રીતે કરવામાં આવે છે. ગરીબી રેખાની ઉપર જીવતા લોકોને એપીએલ બનાવવામાં આવે છે જ્યારે ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે, બીપીએલ કાર્ડ બનાવવામાં આવે છે. તે જ સમયે, સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે અંત્યોદય રાશનકાર્ડ બનાવવામાં આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો