GSTV
Gujarat Government Advertisement

ગૌરવ / અદાણી ગ્રૂપ તાતા, રિલાયન્સની ક્લબમાં સામેલ: માર્કેટ કેપ 100 અબજ ડોલરને પાર

Last Updated on April 7, 2021 by

ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી જૂથ અવિરત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. અદાણી ગ્રૂપ હવે ભારતનું ત્રીજું એવું ઔદ્યોગિક જૂથ બની ગયું છે, જેની શેરબજારમાં માર્કેટ કેપ 100 અબજ ડોલરને પાર થઈ ગઈ છે. દેશમાં અગાઉ અદાણી ગ્રૂપ સિવાય તાતા અને રિલાયન્સ જૂથે આ સિદ્ધિ મેળવેલી છે. અદાણી ગ્રૂપની છમાંથી ચાર કંપનીઓના શૅર મંગળવારે સર્વોચ્ચ સપાટીએ પહોંચતા બીએસઈ પર ગ્રૂપની છ કંપનીઓની કુલ માર્કેટ કેપ 106 અબજ ડોલરથી વધુ થઈ ગઈ હતી.

બીએસઈ પર મંગળવારે કારોબારના અંતમાં અદાણી એન્ટરપ્રાઈઝ 7.67 ટકાના ઊછાળા સાથે 1225.55 રૂપિયા પહોંચ્યો હતો. તેની સાથે તેની માર્કેટ કેપ વધીને 1,34,787.22 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. એ જ રીતે અદાણી ટોટલ ગેસનો શૅર અંદાજે 3.44 ટકા વધીને 1204.35 રૂપિયા પર પહોંચ્યો હતો.

ભારતનું ત્રીજુ જૂથ બન્યુ

અદાણી ગેસની માર્કેટ કેપ વધીને 1,32,455.63 કરોડ રૂપિયા થયો હતો. જૂથની અન્ય એક કંપની અદાણી ટ્રાન્સમિશન 1.25 ટકાની તેજી સાથે રૂ. 1109.90 અને અદાણી પોર્ટ્સ 12.84 ટકાની તેજી સાથે રૂ. 837.45 ઉપર પહોંયી ગયો હતો. અદાણી પાર્ટ્સની માર્કેટ કેપ વધીને 1,70,149.05 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. એ જ રીતે અદાણી ટ્રાન્સમિશનની માર્કેટ કેપ વધીને 1,22,067.92 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ.

આ સિવાય અદાણી પાવર અંદાજે 4.96 ટકાની તેજી સાથે 98.40 રૂપિયા અને અદાણી ગ્રીન એનર્જી 2.22 ટકાની તેજી સાથે 1194.55 રૂપિયા ઉપર પહોંચી ગયા છે. અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ કેપ 1,86,829.33 કરોડ રૂપિયા અને અદાણી પાવરની માર્કેટ કેપ રૂ. 37,952.28 કરોડ પહોંચી ગઈ છે. આ રીતે અદાણી જૂથની બધી જ છ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ અંદાજે 7,94,239 કરોડ રૂપિયા એટલે કે 106.75 અબજ ડોલરથી વધુ થઈ ગઈ છે.

અગાઉ ટાટા ગ્રૂપ અને રિલાયન્સ ગ્રૂપે આ સિદ્ધિ મેળવી હતી. ટાટા ગ્રૂપની વર્તમાન માર્કેટ કેપ 242 અબજ ડોલર જ્યારે રિલાયન્સ જૂથની માર્કેટ કેપ 190 અબજ ડોલર છે. અદાણી ગ્રૂપમાં કુલ પાંચ કંપનીઓની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરથી વધુ છે જ્યારે અદાણી પાવર લિ.ની માર્કેટ કેપ 38,000 કરોડ છે. રસપ્રદ બાબત એ છે કે તેની ગ્રૂપ કંપનીઓમાંથી પાંચ અદાણી એન્ટરપ્રાઈઝ લિ. અદાણી ગ્રીન એનર્જી લિ.

અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર લિ. અને અદાણી ટોટલ ગેસ લિ. કોઈપણ વિશ્લેષકનું કવરેજ ધરાવતી નથી. તેમ છતાં છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રૂપની બધી જ છ કંપનીઓએ કોઈપણ મોટા ફંડામેન્ટલ ફેક્ટર સિવાય જંગી વળતર આપ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો