Last Updated on April 4, 2021 by
બોલિવૂડના સિનીયર એક્ટ્રેસ શશિકલાનું નિધન થઈ ગયુ છે. તેઓ 88 વર્ષના હતાં. શશિકલાનું નિધન 4 એપ્રિલના રોજ મુંબઈના કોલાબામાં બપોરે 12 કલાકે થયુ છે. તેમણે 70ના દાયકામાં બોલિવૂડ હિરોઈન અને વિલેન એમ બંને પ્રકારના પાત્રો નિભાવ્યા હતાં.
બોલિવૂડમાં 100થી વધારે ફિલ્મોમાં કામ કરનારી શશિકલાનું પુરુ નામ શશિકલા જાવલકર હતું. તેમનો જન્મ 4 ઓગસ્ટના રોજ સોલાપુરમાં થયો હતો. તેમણે પોતાના જીંદગીમાં કેટલાય ઉતાર-ચડાવ જોયા હતા. જો કે, તેમનું નાનપણ સુખ સાહ્યબીમાં ઉછર્યુ હતું. શશિકલાને છ ભાઈ-બહેન હતાં. તથા તેમના પિતા એક બિઝનેશમૈન હતાં.
આ ફિલ્મોમાં કર્યુ હતું કામ
શશિકલાને નાનપણથી જ નાચવા-ગાવાનો ખૂબ શોખ હતો. તેમના પિતાનો બિઝનૈસ ઠપ્પ થઈ જતાં તે કામની શોધમાં મુંબઈ આવી ગઈ હતી. ત્યાં તેમની મુલાકાત નુરજહાં સાથે થઈ હતી. શશિકલાની પહેલી ફિલ્મ જિન્નત હતી. જેને નૂર જહાંના પિતા શૌકત રિઝવીએ બનાવી હતી. તેમણે તીન બત્તી ચાર રાસ્તા, હમજોલી, સરગમ, ચોરી ચોરી, નીલકમલ, અનુપમા ફિલ્મમાં પણ કામ કર્યુ હતું.
ફિલ્મોની સાથે સાથે શશિકલાએ ટીવીમાં પણ કામ કર્યુ હતું. તે પ્રખ્યાત સિરિયલ સોન પરીમાં ફ્રૂટી દાદીના રોલમાં પણ નજરે પડ્યા હતાં. વર્ષ 2007માં તેમને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31