GSTV
Gujarat Government Advertisement

‘Anupamaa’ના સેટ પર રૂપાલી ગાંગુલી સહિત 5 લોકો કોરોના પોઝિટિવ, શું લીડ એકટ્રેસ વિના થશે શૂટિંગ?

Last Updated on April 2, 2021 by

દેશમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેમાંથી બોલિવૂડ તથા ટીવી સેલેબ્સ પણ બાકાત નથી. હવે ‘અનુપમા’ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રૂપાલીની સાથે ત્રણ ક્રૂ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા છે. સેટ પર પોઝિટિવ કેસ આવ્યા હોવા છતાંય શૂટિંગ ચાલુ છે. ત્રણ દિવસ પહેલાં આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસની અંદર સેટ પર પાંચ લોકો પોઝિટિવ આવ્યા છે.

આ પહેલા શોમાં રૂપાલી ગાંગુલીનો મોટો દીકરો પારીતોષની ભૂમિકા નિભાવી રહેલા આશિષ મલ્હોત્રા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો. જે બાદ હાલમાં તેના વિદેશ જવાનો ટ્રેક શોમાં લાવવામાં આવ્યો છે. રૂપાલીનો રિપોર્ટ આજે સવારે જ આવ્યો છે, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રૂપાલીમાં કોરોનાનાં લક્ષણો નહોતાં. રૂપાલી ગાંગુલી સિવાય ટીમના અન્ય સભ્યોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ દરમિયાન પ્રોડ્યૂસર રાજન સાહી અને તેની ટીમ સિરિયલને આગળ કેવી રીતે ચલાવવી તેની મથામણમાં વ્યસ્ત છે. હાલમાં સિરિયલમાં ડિવોર્સ ટ્રેક પર ફોકસ કરવામાં આવ્યું છે, પરંતુ સિરિયલની લીડ એક્ટ્રેસ રૂપાલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ટ્રેકમાં ફેરફાર કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

સુધાંશુની તબિયત પણ ખરાબ

સિરિયલમાં વનરાજ શાહનો રોલ પ્લે કરતાં સુધાંશ પાંડેની તબિયત બે દિવસથી ખરાબ છે. તેણે પણ ટેસ્ટ કરાવ્યો છે. જોકે, તેનો રિપોર્ટ્સ આવતીકાલે (3 એપ્રિલ) આવશે.

3 ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ

સેટ પર એક સ્પોટબોય, લાઈટમેન તથા અન્ય એક ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં ‘અનુપમા’ના સેટ પર પાંચ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. ટેલિકાસ્ટને ધ્યાનમાં લઈને મેકર્સ હાલમાં શૂટિંગ અટાકવવાના પક્ષમાં નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો