Last Updated on March 22, 2021 by
આમિર ખાનની પુત્રી ઈરા ખાને લોકોને મેન્ટલ હેલ્થ પ્રત્યે જાગૃત કરવા માટે એક સરાહનીય પ્રયાસ કરી રહી છે. આ કામ માટે તેણીને કેટલાક લોકોની જરૂરત છે. ઈરાએ ઈન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મુકીને તેને લઈને જોબ વેકેન્સી બહાર પાડી છે.
પોતાની પોસ્ટમાં ઈરાએ જાણકારી આપી છે કે, તેણીને મેન્ટલ હેલ્થમાં લોકોની મદદ કરવામાં રૂચી રાખતા 25 ઈન્ટર્નની જરૂરત છે. તેણીએ જણાવ્યું હતું કે, આ ઈન્ટર્નશીપ એક મહિનાની રહેશે. દરેક ઉમેદવારોને 5 હજાર રૂપિયા દેવામાં આવશે. ઈરાએ દેશના વિવિધ રાજ્યોમાં ઈન્ટર્નની જરૂરત છે કારણ કે તે અલગ અલગ ભાષા બોલનારા તમામ લોકોની સહાયતા કરી શકે. ઈરાના જણાવ્યા પ્રમાણે ઈન્ટર્નનું કામ લોકોને ફોન કરવા અને ઈ-મેઈલના માધ્યમથી તેનો સંપર્ક સાધવાનો છે. શિફ્ટ 8 કલાકની હશે અને 22 માર્ચથી શરૂ થશે. ઈરાએ આવા લોકો પાસેથી અરજી મંગાવી છે. જે આ કામ ફ્રીમાં વોલંટિયરીંગ કરવા માટે તૈયાર હોય.
જણાવી દઈએ કે ઈરા ખાન મેન્ટલ હેલ્થ ઉપર ખુલ્લીને બોલવાનું પસંદ કરે છે. તે પોતે ડિપ્રેશનમાંથી પસાર થઈ ચુકી છે. પાછલા વર્ષમાં મેન્ટલ હેલ્થ ડે ઉપર તેણીએ એક વીડિયો શેર કરીને જાણકારી આપી હતી. ડિપ્રેશન ઉપર ખુલ્લીને બોલવા માટે ઈરાની સરાહના કરવામાં આવી હતી.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31