Last Updated on March 12, 2021 by
આધારકાર્ડ હવે આપણી ઓળખનો એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. એને માત્ર કોઈ પ્રુફ સાથે જ નહિ પરંતુ અન્ય બીજા ઘણા દસ્તાવેજો સાથે લિંક કરવું અનિવાર્ય પણ છે. બેન્કિંગથી લઇ સરકારી કામ તમે આધારકાર્ડ વગર નહિ કરી શકો. સરકારે થોડા સમય પહેલા આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ નક્કી કરી હતી. એવામાં જે લોકોએ પાન કાર્ડ લિન્ક નથી કરાવ્યો તે જલ્દી કરાવી લેવો, કારણ કે હવે ઓછા દિવસ બચ્યા છે. છેલ્લી તારીખ સુધી લિંક નહિ કરાવવા પર તમને 10000 રૂપિયા દંડ પણ લાગી શકે છે. પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. ત્યાર પછી આધાર લિંક નહિ થાય, અને એમના પાન કાર્ડને એક એપ્રિલથી ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.
ભરવો પડી શકે છે દંડ
આધાર સાથે લિંક નહિ કરાવવા પર પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને આવકવેરા વિભાગ મુજબ 31 માર્ચ 2021 પછી નિષ્ક્રિય કાર્ડનો કોઈ ઉપયોગ કરવા પર ઈનકમ ટેક્સ સેક્સન 272B હેઠળ 10000 રૂપિયા દંડ ભરવો પડશે. વિભાગ પહેલા જ નોટિફિકેશન જારી કરી ચૂક્યું છે. ટેક્સપેયર્સ 31 માર્ચ પહેલા પાન આધાર સાથે લિંક નહિ કરાવે તો તેમની પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જશે. એક વાર બંધ થઇ ગયા પછી ફરી ચાલુ કરાવવામાં ભારે દંડ ભરવો પડી શકે છે.
કેવી રીતે ચેક કરવું આધાર કાર્ડ લિંક છે કે નહિ
સૌથી પહેલા તપાસ કરી લેવો કે તમારો આધાર કાર્ડ પાન સાથે લિંક છે કે નહિ. જો પાન આધાર સાથે લિંક નથી તો જલ્દી કરાવી લેવો. તમે ઇનકમ ટેક્સની અધિકારીક વેબસાઈટ પર જઈ ચેક કરી શકો છો અથવા લિંક પર ક્લિક કરી સીધા પેજ પર પણ જઈ શકો છો, જ્યાં તમને પાન-આધાર લિંક અંગે જાણવા મળશે. ત્યાર પછી તમને પાન અને આધાર નંબર નાખવો પડશે. ત્યાર પછી એક નવા ટેબમાં એની જાણકારી મળશે.
પાન આધારને લિંક કરવાનું પ્રક્રિયા
- આવકવેરા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ incometaxindiaefiling.gov.in ખોલો ‘
- અહીં તમારે Link Aadhaarનું ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરો
- પછી નીચે બોક્સમાં પોતાનો પાન નંબર, આધાર નંબર, પોતાનું નામ દાખલ કરો
- કેપ્ચા કોડને ધ્યાનથી જુઓ અને બોક્સમાં ભરો
- તમામ બોક્સ ભર્યા પછી Link Aadhar પર ક્લિક કરો
તમારો પાન કાર્ડ આધાર નંબર સાથે લિંક થઇ જશે. ધ્યાન રાખો પાન અને આધાર નંબર દાખલ કરતી સમયે કોઈ ભૂલ ન કરો. એ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટરમાં પણ પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકાય છે. પાન કાર્ડ અને આધારકાર્ડની ફોટોકોપી સાથે ઓરીજનલ પણ બતાવું પડશે અને ત્યાં વધુ ચાર્જ પણ લાગશે. જો કે ઉપરની ઓનલાઇન પ્રક્રિયા પણ ખુબ સરળ છે.
મેસેજ દ્વારા પણ લિંક કરી શકાય છે. એના માટે લેપિટલ લેટરમાં ટાઈપ કરો UIDPN અને ત્યાર પછી સ્પેસ આપી 12 આંકડાનો આધાર નંબર અને સ્પેસ આપી 10 આંકડાનો પાન નંબર ટાઈપ કરો. અને 56161 પર મોકલી આપો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31