Last Updated on March 28, 2021 by
પાડોશીઓને ધમકાવવામાં લાગેલા ચીને ફિલિપિન્સ પાસે આવેલા દક્ષિણ ચીન સાગરના વિવાદાસ્પદ વિસ્તારમાં પોતાના 220 થી વધુ જહાજોને મોકલ્યા છે. માછલી પકડતા આ જહાજોએ એ ટાપુને ઘેરી રાખ્યો છે જેની પર ચીન અને ફિલિપિન્સ બંને પોતાનો દાવો કરે છે. આ ટાપુ ફિલિપિન્સની સત્તાવાર જળસીમાની અંદર આવે છે.
ચીનની આ દાદાગીરી બાદ ફિલિપિન્સે પોતાના હળવા ફાઈટર જેટ્સને ચીની જહાજોને ભગાડવા મોકલ્યા હતા. ફિલિપિન્સના રક્ષા મંત્રીએ આ જહાજોની પોતાના વિસ્તારમાં હાજરીને ધમકી ગણાવતા માંગ કરી હતી કે, ચીન પોતાના જહાજોને પરત બોલાવી લે. આ જહાજો પર હથિયારધારી સૈનિકો હોવાનું પણ સામે આવ્યું હતું.
ફિલિપિન્સના ફાઈટર જેટ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. ચીની દૂતાવાસે જહાજોના આઈલેન્ડ પર રોકાવવા મુદ્દે ખરાબ વાતાવરણનું બહાનું આગળ ધર્યું હતું. દક્ષિણ ચીન સાગર પર ફિલિપિન્સ, મલેશિયા, બ્રુનેઈ, ચીન, તાઈવાન અને વિયેતનામ દાવો કરતા રહ્યાં છે. આ વિસ્તારથી દરવર્ષે 3.4 ટ્રિલિયન ડૉલરનો વેપાર થાય છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31