Last Updated on April 11, 2021 by
રશિયા હવે ઓટોમેટિક હથિયારો પર વધુ ભાર આપી રહ્યું છે. જે રીતે હવામાં ડ્રોનનો દબદબો છે. તે રીતે જમીન પર ઓટોમેટીક ટેંકોને માનવરહિત બનાવવા પર રશિયા વધુ ભાર આપી રહ્યું છે. આ માટે રશિયાએ ટી-14 નામની ટેંક પણ બનાવી છે. આવો જાણીએ શું આ ટેંકની ખાસ વાત.
ટેંકનું પરીક્ષણ કર્યું
રશિયાએ અમુક મહિના પહેલા જ પોતાની ટી-14 આર્મટા ટેંકનું રિમોટ કંટ્રોલ વેરિએન્ટનું પરિક્ષણ કર્યું હતુ. જેમાં દાવો કરવામાં આવ્યો કે આ ટેંકને કોઇ પણ ક્રૂ મેમ્બર્સ વગર જ રિમોટ દ્વારા ઓપરેટ કરી શકાશે. એટલે કે, રિમોટ દ્વારા ટેંકમાંથી ગોળાના પ્રહાર કરી શકાશે.
રિમોટ કંટ્રોલના કારણે આ ટેંકના ક્રૂ મેમ્બર્સ સેંકડો લીટર ફ્યૂલ અને ટેંકના ગોળાની રેન્જથી સુરક્ષિત રહેશે. ઘણી વખત જોવા મળ્યું છે કે શોર્ટ સર્કિટ અથવા કોઇ બેદરકારીના કારણે ટેંકના ફ્યૂલ અથવા વિસ્ફોટકમાં આગ લાગી જાય છે અને તેનું નુકસાન ટેંકોની અંદર બેઠેલા ક્રૂ મેમ્બર્સને વેઠવું પડે છે. પરંતુ દૂરથી આ ટેંકને ઓપરેટ કરવા દરમિયાન ન તો દુશ્મનની એન્ટી ટેંક મિસાઇલ કે ન તો કોઇ દુર્ઘટનાનો ખતરો રહે છે.
કેટલાય અંતરેથી હુમલો કરવામાં સક્ષમ
આવી ટેંકોના કારણે રશિયન સેનાના જવાન સુરક્ષિત અંતરેથી દુશ્મન પર હુમલો કરવા માટે સક્ષમ હશે. સૈન્ય નિર્માણ સાથે જોડાયેલા સૂત્રો મુજબ યુદ્ધના મેદાનમાં ટી-14 આર્મટા ટેંક ક્રૂ મેમ્બર્સ વગર પોતાના લક્ષ્યને શોધવા અને તેને બરબાદ કરવા માટે સક્ષમ છે. આ પરીક્ષણ દરમિયાન ટી-14 ટેંકએ સફળતા પૂર્વક પોતાના લક્ષ્યને નષ્ટ કર્યું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31