Last Updated on April 11, 2021 by
વર્લ્ડ બેંકે ડૉક્ટર ગિલને ઇક્વિટેબલ ગ્રોથ, ફાઇનાન્સ એન્ડ ઇન્સ્ટીટયુશન્સ (ઇએફઆઈ) ગ્લોબલ પ્રેક્ટિસ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ (વીપી) તરીકે નિયુક્ત કર્યા છે. તે એમ.અહાયન કોસેની જગ્યા લેશે. તેમનો કાર્યકાળ 1 જૂન 2021 થી શરૂ થશે. ડૉ. ગિલ હાલમાં ડ્યુક યુનિવર્સિટીમાં પ્રેક્ટિસ ઓફ પબ્લિક પોલિસીના પ્રોફેસર છે અને સેન્ટર ફોર ઇન્ટરનેશનલ એન્ડ ગ્લોબલ ખાતે સિનિયર રિસર્ચ સ્કોલર છે.
ડો.ગિલે આ નવી જવાબદારી મેળવતા પહેલા જ વર્લ્ડ બેંક સાથે કામ કરી ચુક્યા છે. વર્લ્ડ બેંક સાથે તે લગભગ બે દાયકા થી જોડાયેલા છે. અહીં તે યુરોપ અને મધ્ય એશિયાના મુખ્ય અર્થશાસ્ત્રી અને આર્થિક ભૂગોળ પરના 2009 ના વિશ્વ વિકાસ અહેવાલમાં સ્ટાફ ડિરેક્ટર રહ્યા છે.
ડો. ગિલ ‘મિડલ ઇન્કમ ટ્રેપ’નો કોન્સેપ્ટ આપનારા પ્રથમ લોકોમાં ના એક છે. આ વિકાસશીલ દેશો એક નિશ્ચિત આવક સુધી પહોંચ્યા પછી તેમની ધીમી પડી જતી ગતિને સમજવામાં મદદ કરે છે. ડો. ગિલ દેવાનું વ્યવસ્થાપન, સતત વૃદ્ધિ અને ગરીબી નિવારણ જેવા વિષયો પર સારી પકડ રાખે છે.
ડો.ઇન્દ્રમીત ગિલ, દિલ્હી યુનિવર્સિટીની પ્રખ્યાત કોલેજોમાંની એક સેન્ટ સ્ટીફન્સ કોલેજ સાથે સંકળાયેલા છે. વર્ષ 1978-1981 માં તેમણે અહીંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
સેન્ટ સ્ટીફન કોલેજ પછી, ગિલએ 1985 માં દિલ્હી યુનિવર્સિટીની દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી એમએની ડિગ્રી પૂર્ણ કરી. ત્યારબાદ તે પી.એચ.ડી. પૂર્ણ કરવા માટે શિકાગો યુનિવર્સિટી ગયા. આ સિવાય તેમણે વિદેશની અન્ય ઘણી સંસ્થાઓમાંથી પણ અભ્યાસ કર્યો છે.
ALSO READ
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31