Last Updated on April 11, 2021 by
યૂપીમાં પંચાયત ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. રાજકારણ વધુ તિવ્ર ત્યારે થયું, જ્યારે ભાજપે રેપ કેસમાં દોષી ઠરેલા ઉન્નાવના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પત્નીને જિલ્લા પંચાયત ચૂંટણીની ટિકિટ આપી. તેને લઇ વિપક્ષે ભાજપ પર પ્રહાર કર્યા. આ વચ્ચે આજે (રવિવાર) ભાજપે કુલદીપ સેંગરની પત્નીની ટિકિટને રદ કરી હતી.
ભાજપે ઉન્નાવથી આપી હતી ટિકિટ
યૂપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું કે પાર્ટીએ કુલદીપ સેંગરની પત્ની સંગીતા સેંગરની ટિકિટ રદ કરી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ પંચાયત ચૂંટણીમાં સંગીતા સેંગરને ભાજપે ઉન્નાવથી ટિકિટ આપી હતી. સંગીતા સેંગર હાલ જીલ્લા પંચાયત અધ્યક્ષ છે. તેઓ 2016માં અપક્ષ અધ્યક્ષ બન્યા હતા.
સેંગરને ભાજપે હાંકી કાઢ્યો
ઉલ્લેખનીય છે કે કુલદીપ સેંગર બાંગરમઊથી ભાજપની ટિકિટ પર ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. વર્ષ 2017માં ઉન્નાવ ચર્ચિત રેપ કેસમાં કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ઓગસ્ટ 2019માં ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો. અને પછી વિધાનસભાનું સભ્યપદ પણ સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું.
ગત વર્ષે કોર્ટે કુલદીપ સેંગરને રેપ અને અપહરણના કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ઉપરાંત પોલીસ કસ્ટડીમાં બરેપ સર્વાઇવરના પિતાની મૃત્યુના કેસમાં સેંગર સહિતના તમામ દોષિતોને કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31