GSTV
Gujarat Government Advertisement

સીએમ યોગીનો આદેશ: કોઈ પણ ધાર્મિક સ્થળ પર 5થી વધુ લોકો એકઠા ન થાય, નિયમોનું પાલન કરવુ જ પડશે

Last Updated on April 11, 2021 by

કોરોના વાઈરસની અનિયંત્રિત થતી સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રમઝાન સહિતના ધાર્મિક કાર્યક્રમો મુદ્દે કરવામા આવેલા સવાલ પર જવાબ આપતા કહ્યું કે,‘જ્યારે માણસ જીવતો રહેશે, ત્યારે જ આસ્થા પ્રગટ કરી શકશે. માણસથી જ આસ્થા છે, આસ્થાથી માણસ નહીં.

ધાર્મિક આયોજનથી ભીડ એકઠી ન કરો

1-2 દિવસમાં તમામ ધર્મગુરુઓ સાથે આ મુદ્દે વાત કરીશું અને તેમને કોરોના સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરવા જાગૃકતા ફેલાવવા તથા હાલના સમયે ધાર્મિક આયોજનો થકી ભીડ ભેગી ન કરવા મામલે અપીલ કરીશું. માણસોના જીવ બચાવવાને પ્રાથમિકતા અપાશે.

કોરોના સંક્રમણ અટકાવવું છે તો નિયમોનું કડકાઈથી પાલન કરાવવું જ પડશે. કોઈપણ ધાર્મિક સ્થળ હોય 5થી વધુ લોકો ભેગા ન થાય. ઉત્તર પ્રદેશમાં વેક્સિનની અછત નથી. અહીં 6 હજાર વેક્સિન સેન્ટર પર ટીકા ઉત્સવ ચાલી રહ્યો છે. અમારો પ્રયાસ એ રહેશે કે વેક્સિનના ડોઝની બરબાદી ઓછી થાય જેથી વધુમાં વધુ લોકોને વેક્સિનનો ડોઝ મળી શકે.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો