Last Updated on April 11, 2021 by
મુંબઈમાં એક 20 વર્ષિય યુવકને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેંસેસ અંતર્ગત એક વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેને એક સગીર વયની યુવતીને આંખ મારવા અને ફ્લાઈંગ કિંસ કરવાના મામલે દોષિત ઠેરવવામાં આવ્યો છે.
યુવતીના પરિવારવાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ
હકીકતમાં જોઈએ તો, 14 વર્ષિય પીડિતાએ 29 જાન્યુઆરી 2020ના રોજ પોતાની માતાને જણાવ્યુ હતું કે, એક યુવકે તેને ફક્ત આંખ જ નહોતી મારી, પણ ફ્લાઈંગ કિસ પણ કરી હતી. ત્યાર બાદ પીડિતાના પરિવારજનોએ એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી લીધી હતી.
યુવતીની માતા બંનેને વાત કરવા દેતી નહોતી, કોર્ટમાં યુવકનો આરોપ
દલીલ દરમિયાન યુવકે કોર્ટમાં દાવો કર્યો હતો કે, પીડિયા અલગ અલગ સમુદાયમાંથી આવે છે.એટલા માટે યુવતીની માતા બંનેને વાત કરવાથી રોકી રહ્યા છે. એટલુ જ નહીં, યુવકે એવુ પણ કહ્યુ હતું કે, તેના પર લગાવામાં આવેલા આરોપ એકદમ ખોટા છે. યુવતી અને તેના સંબંધીઓની વચ્ચે લાગેલી શરતના કારણે તેને આવુ કર્યુ હતું.જેમાં મને ફસાવામાં આવ્યો છે.
કોર્ટે ત્રણેયના નિવેદન સાંભળ્યા બાદ સજા આપી
દલીલ વખતે પીડિતા, તેની માતા અને તપાસ અધિકારીઓ સાથે સવાલ-જવાબ થયાં હતા. ત્યાર બાદ કોર્ટે માન્યુ કે, આ ત્રણેયના નિવેદન દોષિતના ગુનાને સાબિત કરવા માટે પુરતા છે. દોષિતને એક વર્ષની સજા સંભાળવતા પુરાવાના આધારે કહ્યુ હતું કે, આરોપી તરફથી આંખ મારવી અને ફ્લાઈંગ કિસ કરવા પીડિતાનું યૌન શોષણ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31