Last Updated on April 11, 2021 by
કોરોનાની બીજી લહેરના કારણે મોટા ભાગના લોકો બહાર જતા બચી રહ્યા છે. જો તમારે બેંકનું કોઈ કામ હોય તો તેને કાલે એટલે સોમવારે પતાવી લેજો, કારણ કે તહેવારના કારણે બેંક 6 દિવસ માટે બંધ થઇ શકે છે. આરબીઆઈની બેંક હોલીડેઝની લિસ્ટ મુજબ આંબેડકર જયંતીથી લઇ વૈશાખી અને બંગાળી નવ વર્ષ માટે બેંક બંધ રહેશે.
આ દરમિયાન શનિવાર આવશે. જ્યારે આગલા દિવસે રવિવાર પડવાથી બેંક બંધ રહેશે. જોકે આ તહેવાર જુદા-જુદા રાજ્યો અનુસાર છે, તેથી એક જ દવિસે આખા દેશમાં બેંક બંધ નહીં થાય. જે વિસ્તારમાં જે તહેવાર મનાવવામાં આવે છે, ત્યાં બેંક બંધ રહેશે.
રજાની યાદી
13 એપ્રિલ- મંગળવાર- ઉગાડી, તેલૂગૂ ન્યૂ યર, બોહાગ બિહૂ, ગુડી પડવા, વૈશાખી, બિજૂ ફેસ્ટિવલ
14 એપ્રિલ- બુધવારે- ડોક્ટર આંબેડકર જયંતી, અશોકા ધ ગ્રેટનો જન્મદિવસ, તમિલ ન્યૂ યરસ મહા વિશૂબા સંક્રાન્તિ, બોહાગ બિહૂ
15 એપ્રિલ- ગુરુવાર- હિમાચલ ડે, વિશૂ, બંગાળી ન્યૂ યર, સરહુલ
16 એપ્રિલ- શુક્રવાર- બોહાગ બિહૂ
18 એપ્રિલ- રવિવાર
21 એપ્રિલ- મંગળવાર- રામ નવમી, ગરિયા પૂજા
24 એપ્રિલ- ચોથો શનિવાર
25 એપ્રિલ- રવિવાર- મહાવીર જયંતી
એપ્રિલમાં મળશે 9 રજા
આરબીઆઈની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ એપ્રિલ મહિનામાં દેશના જુદા-જુદા રાજ્યોના બેંકોને 9 રજા મળશે. તેમાં 13 એપ્રિલના રોજ જ્યાં તેલૂગૂ નવવર્ષ, બિહુ, ગૂડ઼ી પડ઼વા, વૈશાખી, બિજૂ ફેસ્ટિવલ અને ઉગાડી વગેરે માટે રજા હશે. જ્યારે 14 એપ્રિલના રોજ ડો. આંબેડકર જયંતી માટે બેંક બંધ રહેશે. 15 એપ્રિલના રોજ હિમાચલ ડે, વિશૂ, બંગાળી ન્યૂ યર, સરહુલ વગેરેની રજા છે. ત્યારબાદ 21 એપ્રિલના રોજ રામનવમી અને 25 એપ્રિલના રોજ મહાવીર જયંતીની રજા રહેશે. 24 એપ્રિલના રોજ ચોથા શનિવારની રજા રહેશે.
બેંક હડતાળની પણ આશંકા
સરકાર તરફથી બેંકોના ખાનગીકરણને લઇ બેંક કર્મચારી સતત પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. બેંક પ્રાઇવેટાઇઝેશન વિરુદ્ધ અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘની તાજેતરમાં બેઠક પણ યોજાઇ હતી. જેમાં લાંબા સમય માટે કર્મચારીઓએ હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી છે. જો બેંક યૂનિયન હડતાળ પર જાય છે તો પણ બધા કામકાજ બંધ રહી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31