GSTV
Gujarat Government Advertisement

IPL 2021 / શાનદાર ફોર્મમાં પૃથ્વી શો, વિજય હજારે ટ્રોફી પછી આઈપીએલમાં ઝંઝાવાતી બેટિંગ

IPL

Last Updated on April 11, 2021 by

દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શોએ IPLની 14મી સીઝનની શરૂઆત શાનદાર અંદાજમાં કરી છે. પૃથ્વીએ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 72 રન (38 બોલ, 9 ચોગ્ગા, 3 છગ્ગા)ની શાનદાર રમત રમી. તેની આ ઇનિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 7 વિકેટે જીત મેળવી. IPL કારકિર્દીની પૃથ્વી શોની આ સાતમી અદધી સદી છે.

IPL

21 વર્ષના પૃથ્વી શોએ IPL પહેલા વિજય હજારે ટ્રોફીમાં યાદગાર પ્રદર્શન કર્યું હતુ. તેણે 165.40ની શાનદાર સરેરાશથી 827 રન કર્યા હતા, તેમાં 4 સદી પણ સામેલ હતી. પૃથ્વીએ વિજય હજારેની એક શ્રેણીમાં મયંક અગ્રવાલના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડને પણ તોડ્યો હતો.

CSK પર DCની ભવ્ય જીત

ચેન્નાઈ સુપરકિંગ્સે અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના મુકાબલામાં ચેન્નાઈ 7 વિકેટે 188 રન કરીને દિલ્હી કેપિટલ્સને 189 રનનો જંગી પડકાર ફેંક્યો હતો, ઓપનરોની ઝંઝાવાતી બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે તે સફળતાપૂર્વક ઝીલ્યો હતો અને 18.4 ઓવરમાં 3 વિકેટે 190 રન કરી સાત વિકેટે વિજય મેળવ્યો હતો. ઓપનર શિખર ધવન અને પૃથ્વી શોએ ઝંઝાવાતી બેટિંગ કરતાં પહેલી વિકેટની 138 રનની ભાગીદારી 13.3૩ ઓવરમાં નોંધાવી હતી. પૃથ્વી શોએ 38 બોલમાં 8 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 72 રન અને ધવને 54 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 85 રન કર્યા હતા. પંત 15 રન કરી અણનમ રહ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ સામેની પ્રથમ મેચમાં જ ચેન્નાઈએ સાત રનમાં બંને ઓપનરોની વિકેટ ગુમાવવા છતાં પણ 7 વિકેટે 188 રન ખડકીને તેની બેટિંગની ઊંડાઈનો દિલ્હી કેપિટલ્સને અહેસાસ કરાવ્યો હતો.

IPL

રૈનાની શાનદાર વાપસી

દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બેટિંગમાં ઉતાર્યા પછી ચેન્નાઈ સાત રનના સ્કોર સુધીમાં તો ઓપનર ડુપ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડને ગુમાવી દીધા હતા. પણ તેના પછી આ વખતે ખરીદાયેલા મોઇન અલીએ 24 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 36 રન કરી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. જ્યારે ગયા વખતની આઇપીએલમાં ન રમેલા રૈનાએ વળતુ આક્રમણ કરતા 36 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદતી 54 રન કર્યા હતા. જાડેજા 17 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 26 રન કરી અણનમ રહ્યો હતો તો સેમ કરને 15 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 34 રન કર્યા હતા. દિલ્હીના સ્ટ્રાઇક સ્પિનર અશ્વિને ચાર ઓવરમાં 47 રન આપ્યા હતા. ચેન્નાઈએ કુલ દસ છગ્ગા ફટકાર્યા હતા. ચેન્નાઈ વતી વોક્સ અને આવેશ ખાન બે-બે વિકેટઝડપી સૌથી સફળ બોલર રહ્યા હતા.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો