Last Updated on April 10, 2021 by
દેશમાં કોરોના સંક્રમણના એક લાખ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ખાંસી, તાવ, સ્વાદ અને સુગંધ જતી રહેવી વગેરે આ જીવલેણ વાયરસના સામાન્ય લક્ષણો છે, પરંતુ નવા સ્ટ્રેનની તબાહી સાથે હવે નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ કોરોના વાયરસનો નવા સ્ટ્રેન જુના વેરિયંટ થી કેટલો અલગ છે અને તેની ઓળખ કેવી રીતે થઇ શકે.
સામાન્ય લાલ થઇ જતી આંખો
ચીનમાં સામે આવેલ તાજેતરના અભ્યાસ મુજબ નવા સ્ટ્રેન પર ધ્યાન આપતા કેટલાંક ખાસ લક્ષણોની ઓળખ થઇ છે. ઇન્ફેક્શનના નવા વેરિયંટમાં વ્યક્તિની આંખો સામાન્ય લાલ અથવા ગુલાબી થઇ જાય છે. આંખોમાં લાલાશની સાથે સોજો અને આંખો માંથી પાણી નીકળવાની પણ ફરિયાદ રહે છે.
કાન સાથે સંકળાયેલી તકલીફો
ઇન્ટરનેશનલ જર્નલ પફ ઓડિયોલોજીમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ કોવિડ-19નો નવો સ્ટ્રેન કાં સાથે સંકળાયેલ સમસ્યાઓ ઉભી કરી શકે છે. અભ્યાસમાં લાગભાવ 56 % લોકોમાં આ સમસ્યા જોવા મળી છે. જો તમારામાં પણ આ પ્રકારના કોઈ લક્ષણો અનુભવાય તો તે કોરોના વાયરસના નવા સ્ટ્રેનના લક્ષણો હોઈ શકે છે.
પેટને લગતી સમસ્યાઓ
નવા સ્ટ્રેનમાં શોધકર્તાઓએ ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ સાથે સંકળાયેલ ફરિયાદોની વાત કરી છે. પહેલા જ્યાં દર્દીઓને માત્ર અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં ફરિયાદ થતી હતી તે હવે પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓનો પણ સામે આવી રહી છે.નવા સ્ટ્રેનમાં લોકોને ડાયેરિયા, પેટમાં બળતરા અને ડાયજેસ્ટિવ ડિસ્કમ્ફર્ટ અનુભવવાની ફરિયાદો થાય છે.
બ્રેઈન ફોગ
કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયેલ લોકોમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડરની સમસ્યા પણ જોવા મળી રહી છે. એક રિપોર્ટ અનુસાર લાંબા સમય સુધી કોરોનાથી બીમાર રહેનાર લોકોમાં બ્રેઈન ફોગ અથવા મેન્ટલ કન્ફ્યુઝનની સમસ્યાઓ જોવા મળી છે. આ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરની અસર તેમની ઊંઘ અને મેમરી લોસ પર પણ પડે છે.
હાર્ડ બીટ
જો તમે કેટલાક દિવસોથી હૃદયના ધબકારાની અસામાન્ય ગતિ અનુભવી રહ્યા છો તો તેને બિલકુલ અવગણો નહીં. મેયો ક્લિનિકલની એક રિપોર્ટ મુજબ નવા સ્ટ્રેનના સંક્રમણમાં આવ્યા બાદ વ્યક્તિના ધબકારા વધી જાય છે. અન્ય એક રિપોર્ટ મુજબ રિકવર થઇ ચૂકેલા 78 % લોકોએ કાર્ડિયાક સાથે સંકળાયેલ સમસ્યાઓ હોવાનું કહ્યું છે. જયારે, 60% લોકોએ મેયોકાર્ડિયલ ઇન્ફ્લેમેશનની ફરિયાદ કરી છે.
માથું દુખવું
આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન બોડી પર અલગ અલગ રીતે હુમલો કરે છે. નવો સ્ટ્રેન વધુ સંક્રામક છે અને ફેફ્સાઓ અને શ્વસન તંત્રમાં સરળતાથી ફેલાય છે. તેને કારણે ન્યુમોનિયા થાય છે જે કોરોનાને વધુ ઘાતક બનાવી દે છે.
પહેલાના લક્ષણોમાં કેટલો ફેર
કોરોના વાયરસ જુના વેરિયંટના લક્ષણો આનાથી થોડા અલગ હતા. કોરી ખાંસી, તાવ, ગાલમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ વધુ જોવા મળતી હતી. જોકે હાલના સંજોગોમાં આ લક્ષણોને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ.
સ્વાદ અને સુગંધ ગુમાવવી
કોરોના ના પહેલા સ્ટ્રેનના સંક્રમણમાં આવ્યા બાદ ઘણા દર્દીઓમાં સ્વાદ અને સુગંધ ગુમાવી દેવાની ફરિયાદ રહેતી હતી. જોકે, તે સમયે પણ કેટલાંક નિષ્ણાતોનું એવું કહેવું હતું કે કોઈ પણ પ્રકારના રેસ્પિરેટરી લક્ષણોમાં વ્યક્તિની સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા નષ્ટ થઇ જાય છે.
આંગળીઓમાં સોજો
ગત વર્ષે માર્ચમાં ઇટાલીના કેટલાંક ડર્મેટોલોજિસ્ટએ કોવિડ-19 સંક્રમિત દર્દીઓના પગ અને આંગળીઓમાં સોજા આવવાની વાત કરી હતી. તેમણે દાવો પણ કર્યો હતો કે કોરોના પોઝિટિવ થયા બાદ તેમની ત્વચાનો રંગ અસામાન્ય રીતે બદલાઈ જાય છે. કેટલાંક લોકોની સ્કિન પર લીલા કે જામ્બલી કલરના ધબ્બા પણ થઇ જાય છે.
બેચેનીનો અનુભવ થવો
અમેરિકાના વોશિંગટન નર્સિંગ હોમની એક રિપોર્ટ મુજબ લગભગ એક તૃત્યાંશ લોકો કોરોના વાયરસના સંક્રમણમાં આવી ગયા છે. પરંતુ અડધોઅડધ લોકોમાં કોઈ લક્ષણ નહોતો જોવા મળ્યા. કેલણક દર્દીઓમાં બેચેની અને સ્નાયુઓમાં દુખાવો થવા જેવા અસામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા.
નાક ગળવું
કોરોનાના કેટલાક દર્દીઓમાં નાગ વહેવી અથવા બંધ નાકના પણ લક્ષણો જોવા મળ્યા હતા. જોકે, જરૂરી નથી કે નાક વહેવી તે કોરોના સંક્રમણના જ લક્ષણો હોય. સામાન્ય રીતે એલર્જી અથવા ઠંડી લાગવાને કારણે પણ નાક ગળતું હોય છે. ડબલ્યુએચઓના રિપોર્ટ અનુસાર કોરોનાના 5 ટકાથી પણ ઓછા લોકોમાં આ લક્ષણ જોવા મળે છે.
છીંક અને ગળામાં ખારાશ
કોરોના વાયરસના કેટલાંક દર્દીઓમાં છીંક આવવી અને ખારાશ થવી જેવી સમસ્યાઓ જોવા મળી છે. જોકે, છીંક આવવાનો અર્થ એ નથી કે તમને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. એલર્જી અથવા શરદી થાવે લીધે પણ છીંક અને ગળામાં ખારાશ જેવી સમસ્યાઓ થઇ શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31