Last Updated on April 10, 2021 by
ગત 2020ના વર્ષથી જ ચીનના વુહાન શહેરમાંથી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઈ હતી. વિશ્વમાં કોરોનાના પ્રસારે ફરી એક વખત ઝડપ વધારી છે. જે ચીનમાંથી આ સંક્રમણની શરૂઆત થઈ હતી ત્યાંના યુવાનો આ મહામારીથી એટલી હદે ડરી ગયા છે કે, મૃત્યુના ડરથી તેઓ અત્યારથી જ પોતાની વસીયત બનાવડાવવા લાગ્યા છે.
ચાઈના રજિસ્ટ્રેશન સેન્ટરના અહેવાલ પ્રમાણે કોરોનાથી મૃત્યુ થશે તેવા ડરના કારણે મોટા ભાગના ચીની યુવાનો પોતાની વસીયત બનાવડાવી રહ્યા છે. મોટા ભાગના ચીની નાગરિકો પહેલા કરતા ઘણી વધુ તત્પરતાથી પોતાની વસીયત બનાવડાવી રહ્યા છે.
અહેવાલ પ્રમાણે 1990 બાદ પેદા થયેલા યુવાનોમાં 2019-2020ની તુલનાએ વસીયત બનાવડાવવાના પ્રમાણમાં 60 ટકાનો વધારો થયો છે. પાછલા ઓગષ્ટ મહિનાથી લઈને અત્યાર સુધીમાં પરામર્શ કેન્દ્રોમાં વસીયત અંગેના કોલમાં 3 ગણો વધારો થયો છે. ચીની લોકો પોતાના ઘર અને સંપત્તિની વ્યવસ્થા માટે આવી સલાહ લઈ રહ્યા છે.
માત્ર 18 વર્ષનો શિયાઓહોંગ નામના યુવાને પોતાની 20,000 યુઆનની સંપત્તિની વસીયત તૈયાર કરાવવા માટે શાંઘાઈના એક સેન્ટરની મુલાકાત લીધી હતી. તેણે પોતાની બચત પોતાના એક મિત્રને આપવાનો નિર્ણય લીધો છે જેણે મુશ્કેલીના સમયે તેની મદદ કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31