Last Updated on April 10, 2021 by
અમેરિકી નૌકાદળે ભારતની પૂર્વ મંજૂરી વગર ભારતીય જળ વિસ્તારમાં લશ્કરી કવાયત કરી હતી. અમેરિકાના વિવિધ નૌકા કાફલા જગતભરના સમુદ્રમાં પેટ્રોલિંગ કરતા રહે છે. અમેરિકાનો સાતમો નૌકા કાફલો એશિયા-પેસેફિકમાં સતત તૈનાત હોય છે. અમેરિકાના સૌથી મોટા નૌકા કાફલામાં 7મા કાફલાનો સમાવેશ થાય છે. આ કાફલાના જહાજોએ લક્ષદ્વિપ ટાપુથી 130 નોટિકલ માઈલ (240 કિલોમીટર) દૂર ફ્રિડમ ઓફ નેવિગેશન (સમુદ્રી સફરની સ્વતંત્રા) નામે લશ્કરી કવાયત કરી હતી.
ભારતના EEZ વિસ્તારમાં પસાર થયો અમેરિકી નૌકા કાફલો
આ અંગેની માહિતી અમેરિકી સાતમા નૌકા કાફલાએ પોતાની વેબસાઈટ પર સત્તાવાર રીતે મુકી હતી. તેમાં લખ્યું હતું કે ભારતના સમુદ્રી વિસ્તારમાં ફરવાનો અમારો આંતરરાષ્ટ્રીય હક્ક છે. માટે ભારતની પરવાનગી લીધા વગર અમે ત્યાં લશ્કરી એક્સરસાઈઝ કરી હતી. અમેરિકી નૌકા કાફલો જ્યાંથી પસાર થયો એ વિસ્તાર ભારતનો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (ઈઈઝેડ) છે.
ઈઈઝેડમાંથી પસાર થવાની બધા જહાજોને છૂટ હોય પરંતુ એ માટે જે-તે દેશને જાણ કરવી પડે. જાણ ન કરવી એ ઘૂસણખોરી કરવા બરાબર ગણાય. અમેરિકી નૌકાદળના દાવા પ્રમાણે આ ઘટના સાતમી એપ્રિલની છે. 9મી તારીખ સુધી ભારત સરકાર સંપૂર્ણ અજાણ હતી અથવા તો જાણતી હોવા છતાં મૌન ધર્યું હતું.
સંરક્ષણ નિષ્ણાંતોમાં ચર્ચાનો વિષય
જો કે હવે ભારત સરકારે અમેરિકાને આ પગલું ગેરકાયદેસર હોવાની ફરિયાદ કરી છે. અમેરિકા ભારતનું મિત્ર રાષ્ટ્ર હોવા છતાં આવું પગલું શા માટે ભર્યું એ સંરક્ષણ નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભૂતકાળમાં પણ આવા નેવિગેશન મિશનો કર્યા- અમેરિકા
અમેરિકાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ વિસ્તારમાંથી પસાર થવાનો દરેકનો આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ અધિકાર છે. પરંતુ પસાર થતી વખતે કોઈ પ્રકારની લશ્કરી પ્રવૃત્તિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની છૂટ હોતી નથી. અમેરિકાએ એવું કશું કર્યું ન હતું. અમેરિકાએ બયાનમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભૂતકાળમાં પણ આવા નેવિગેશન મિશનો કર્યા છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે.
સામાન્ય રીતે અમેરિકા ચીન અને અન્ય દેશો પાસેના આંતરરાષ્ટ્રીય સમુદ્રી વિસ્તારમાં આ રીતે પોતાના જહાજો પસાર કરીને લશ્કરી કવાયત કરતું હોય છે, તથા પોતાની હાજરીનો મોભો જાળવતું હોય છે. ભારત નજીકના સમુદ્રી વિસ્તારમાં પસાર થવાનો આ પ્રથમ પ્રસંગ હતો.
સમુદ્રી સીમાના ત્રણ પ્રકાર
કાંઠેથી શરૂ થઈને મધદરિયા સુધી પાણી તો એક સરખું જ હોય, પરંતુ તેમાં વિવિધ બોર્ડર નિયમો લાગુ પડે છે. એમાંથી 3 સરહદ એવી છે, જે મોટા ભાગના દરિયા કાંઠો ધરાવતા દેશને અસર કરતી હોય છે.
- ટેરેટોરિયલ સી : આ વિસ્તાર 12 નોટિકલ માઈલ સુધીનો હોય અને તે સંપૂર્ણપણે જે-તે દેશની માલિકીનો જ ગણાય.
- એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન : આ વિસ્તાર કાંઠાથી 200 નોટિકલ માઈલ સુધીનો હોય. તેમાં અન્ય દેશના જહાજો આવ-જા કરી શકે, પરંતુ એ માટે પહેલા જાણ કરવી પડે. વળી એ વિસ્તારના સમુદ્રમાંથી મળતી તમામ સંપત્તિ, માછલાં, જે-તે દેશની માલિકીના ગણાય. અમેરિકી જહાજ તેમાંથી પસાર થયા હતા.
- ઈન્ટરનેશનલ વૉટર : પછીનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય ગણાય, જેમાં બધા જહાજો મુક્ત રીતે હરીફરી શકે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31