GSTV
Gujarat Government Advertisement

બ્રિટને ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરોના આપી આ રાહત, ભારતીય ડોક્ટરો-નર્સોને થશે લાભ

ફ્રન્ટલાઇન

Last Updated on April 10, 2021 by

યુકે સરકાર દ્વારા શુક્રવારે એક વર્ષના વિઝા માટેની ફી માફીના નિર્ણયના લીધે ભારતીય ડોક્ટરો અને નર્સો સહિતના સમગ્ર વિશ્વના 14000 અરજદારોને ફાયદો થશે. યુકેમાં કોવિડ-19 રોગચાળાને અંકુશમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરોને આ રાહત આપવામાં આવી છે.

ફ્રન્ટલાઇન

યુકે ગૃહ વિભાગે જણાવ્યું હતું કે એક વર્ષના વિઝા એક્સ્ટેન્શનની ફી માફી આપમેળે બધા વિદેશી હેલ્થ એન્ડ કેર વર્કરોને તથા તેમના પરના અવલંબિતોને લાગુ પડશે, જેમના વિઝા પહેલી ઓક્ટોબરના રોજ ખતમ થાય છે.

ભારતીય વ્યવસાયિકોને થશે લાભ

આ એક્સ્ટેન્શનમાં નેશનલ હેલ્થકેર સર્વિસ (એનએચએસ)માં કામ કરી રહેલા હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સ્વતંત્ર હેલ્થ એન્ડ કેર સેક્ટરને આવરી લેવામાં આવશે, જેમા મોટી સંખ્યામાં ભારતીય વ્યવસાયિકો છે.

યુકેના ગૃહ સચિવ પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે યુકેની કોરોના વાઇરસ સામેની લડતમાં વિદેશના હેલ્થ એન્ડ કેર વર્કરોએ દાખવેલું સમર્પણ અને કૌશલ્ય જબરજસ્ત છે.

રસીકરણ ઝુંબેશમાં હેલ્થકેર વર્કરની મહત્વની ભૂમિકા

આમાના હજારો લોકોએ રોગચાળા દરમિયાન હજારો લોકોના જીવ બચાવવામાં મદદ કરી છે અને હવે તેઓ સફળ રસીકરણ ઝુંબેશમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના વિઝાને વગર ફીએ એક્સ્ટેન્શન આપીને અમે દર્શાવ્યું છે કે અમારો દેશ તેના હીરોના પ્રદાનનું કઈ રીતે મૂલ્ય ગણે છે, એમ તેમણે જણાવ્યું હતું.

ગયા વર્ષે રોગચાળો ટોચ પર હતો ત્યારથી જ હેલ્થ વર્કરોને સમયાંત ફ્રી વિઝા એક્સ્ટેન્શનની જાહેરાત થતી આવી છે અને ગૃહ વિભાગે જણાવ્યું હતું કે તેણે સમગ્ર યુકેમાં દસ હજારથી વધુ લોકોના વિઝા લંબાવ્યા છે.

હેલ્થકેર વર્કરોની કોવિડ-19 સામેનો જંગ લડવામાં મહત્વની કામગીરી

છેલ્લા એક્સ્ટેન્શનમાં ડોક્ટરો, નર્સો, રોગચાળા નિષ્ણાતો, ઓક્યુપેશનલ થેરપિસ્ટો, મનોવિજ્ઞાનીઓ અને બીજાનો સમાવેશ કરાયો છે. તેઓ કોરોના વાઇરસ સામેનો જંગ લડવામાં મહત્ત્વની કામગીરી નીભાવશે. તેઓનું આ એક્સ્ટેન્શન કોઈપણ પ્રકારની ફી અને ચાર્જ વગરનું હશે. તેમા ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જનો પણ સમાવેશ થાય છે જે વસૂલવામાં નહીં આવે.

યુકેના આરોગ્ય સચિવ મેટ હેન્કોકે જણાવ્યું હતું કે અમારા વિદેશી હેલ્થ એન્ડ કેર વર્કરોએ આપણી હેલ્થ સિસ્ટમમાં જબરજસ્ત પ્રદાન આપ્યું છે અને તેઓ રોગચાળાની સામેની લડતમાં મુખ્ય હિસ્સો રહ્યા છે. તેઓએ આપણા પ્રિયજનનું રક્ષણ કર્યુ છે અને લોકોનું રસીકરણ કર્યુ છે, તેથી અમે લોકોના જીવ બચાવી શક્યા છીએ અને સામાન્ય સિૃથતિ તરફ પરત ફરી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું હતું કે અમે તેમના વિઝા લંબાવીએ છીએ જેથી તેઓ વાઇરસને પહોંચી વળવામાં મદદ કરી શકે. ગૃહ વિભાગે જણાવ્યું હતું કે આ એક્સ્ટેન્શન સરળ ઓનલાઇન ફોર્મ ભરીને કરી શકાશે, તેમા તેની ઓળખની ચકાસણી કરવાની રહેશે અને માલિકોને તેની યોગ્યતા જણાવવા કહેવાશે.

ફ્રન્ટલાઇન

નવા 20 હજારથી વધુ લોકોને વિઝા આપવામાં આવ્યા

આ ઉપરાંત યુકે દ્વારા ગયા વર્ષે ઓગસ્ટમાં નવા હેલ્થકેર વિઝા લોન્ચ કરવામાં આવ્યા છે. તેના હેઠળ વૈશ્વિક હેલ્થકેર પ્રોફેશનલ માટે યુકેની એનએચએસ અને સોશિયલ કેર સેક્ટરમાં કામ કરવું સરળ, સસ્તુ અને ઝડપી બન્યું છે. આ રૂટે 20,000થી વધુ લોકોને વિઝા આપવામાં આવ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો