GSTV
Gujarat Government Advertisement

પશ્ચિમ બંગાળ ચૂંટણી / ચોથા તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ યુવાનો-મહિલાઓને કરી આ ખાસ અપીલ

બંગાળ

Last Updated on April 10, 2021 by

પશ્ચિમ બંગાળમાં શનિવારે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે. રાજ્યમાં 5 જિલ્લાના 44 વિધાનસભા ક્ષેત્રના મતદારો વિધાનસભામાં પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટે મતદાન કરી રહ્યા છે. 5 જિલ્લાની 44 વિધાનસભા બેઠકો માટે મતદાનને લઈ સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમામ પોલિંગ બૂથ પર રાજ્ય પોલીસની સાથે જ કેન્દ્રીય દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

બંગાળ

મતદારોમાં ઉત્સાહ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારો, ખાસ કરીને યુવાનોને અને મહિલાઓને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે. વહેલી સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થવાનું હતું જેને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો મતદાનના સમય પહેલા જ બૂથની બહાર લાઈનમાં લાગી ગયા હતા.

બંગાળ

44 બેઠકો માટે મતદાન

બંગાળમાં 5 જિલ્લાની 44 બેઠકો પરથી 373 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના ભવિષ્યની કમાન એક કરોડથી વધારે મતદારોના હાથમાં છે. ચોથા તબક્કામાં જે 44 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે તેમાં સિંગુર બેઠક સૌથી ચર્ચિત છે. મમતા બેનર્જીએ હુગલી જિલ્લામાં આવેલા સિંગુર ખાતે ભૂમિ આંદોલન કર્યું હતું અને ત્યાર બાદ તેઓ બંગાળની સત્તામાં આવ્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો