GSTV
Gujarat Government Advertisement

ફટકો / નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ઇન્કમ અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન રૂ. ૯.૪૫ લાખ કરોડ, ગત વર્ષ કરતા આટલા ટકા ઓછુ

Last Updated on April 10, 2021 by

૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન ૯.૪૫ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે રિવાઇઝ્ડ લક્ષ્યાંક કરતાં પાંચ ટકા વધારે અને ગત નાણાકીય વર્ષ કરતા ૧૦ ટાક ઓછું છે તેમ આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૦ની પહેલી ફેબુ્રઆરીના રોજ રજૂ કવામાં આવેલા બજેટમાં આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક ૧૩.૧૯ લાખ કરોડ રૃપિયા નક્કી કરવામાં આવ્યો હતો. જો કે આ લક્ષ્યાંક કોરોના મહામારી પહેલાનો હતો. કોરોના મહામારી પછી સરકારે આ લક્ષ્યાંક ઘટાડીને ૯.૦૫ લાખ કરોડ રૃપિયા કર્યુ હતું.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)ના ચેરમેન પી સી મોદીએ જણાવ્યું હતું કે નાણાકીય ૨૦૨૦-૨૧માં મોટા પ્રમાણમાં રિફન્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હોવા છતાં આવકવેરા વિભાગ રિવાઇઝ્ડ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે.

ચાલુ નાણાકીય વર્ષનો લક્ષ્યાંક ૧૧.૦૮ લાખ કરોડ

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન ૧૦.૪૯ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ઇન્કમટેક્સ અને કોર્પોરેટ ટેક્સ કલેકશન ૯.૪૫ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. ચાલુ નાણાકીય વષમાં ઇન્કમટેક્સ અને કોર્પોરેટ ટેકત્સ કલેકશનનો લક્ષ્યાંક ૧૧.૦૮ લાખ કરોડ રૃપિયા નક્કી કરવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું ઇન્કમટેક્સ અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન રિવાઇઝ્ડ કરવામાં આવેલા લક્ષ્યાંકના પાંચ ટકા વધારે છે જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ કરતા ૧૦ ટકા ઓછું છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન ૪.૫૭ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જ્યારે નેટ પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શન ૪.૭૧ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ(એસટીટી) ૧૬,૯૨૭ કરોડ રૂપિયા રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો