GSTV
Gujarat Government Advertisement

પશ્ચિમ બંગાળ ચૂંટણી: આજે ચોથા તબક્કાનું મતદાન, હાઇપ્રોફાઇલ નેતાઓનું ભાવી EVMમાં થશે બંધ

Last Updated on April 10, 2021 by

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે શનિવારે મતદાન યોજાશે. જેમાં ભાજપના નેતા તેમજ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રીયો અને ટીએમસીના બે મંત્રીઓ સહિત અનેકનું ભાવી ઇવીએમમાં કેદ થશે.

ચોથા તબક્કામાં કુલ 44 બેઠકોને આવરી લેવામાં આવશે

બંગાળમાં ત્રણ તબક્કા પૂર્ણ થઇ ગયા છે જ્યારે શનિવારે ચોથો તબક્કો પણ પૂર્ણ થઇ ગયા બાદ માત્ર ચાર તબક્કાનું મતદાન જ બાકી રહેશે. ચોથા તબક્કામાં કુલ 44 બેઠકોને આવરી લેવામાં આવશે. ચૂંટણી પંચે ચોથા તબક્કા માટે કુલ 15940 મતદાન મથકો તૈયાર કરી રાખ્યા છે. સાથે જ સેન્ટ્રલ આર્મ્ડ ફાર્સ (સીએપીએફ)ની 789 ટૂકડીઓ તૈનાત કરી છે.

ચોથા તબક્કામાં હાઇપ્રોફાઇલ નેતાઓ પણ ચૂંટણી લડશે

જેમાં સૌથી વધુ 187 કંપનીઓને કૂચ બિહારમાં તૈનાત કરવામાં આવી છે જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સભાઓને સંબોધી હતી. આ વખતના ચોથા તબક્કામાં હાઇપ્રોફાઇલ નેતાઓ પણ ચૂંટણી લડશે. જેમ કે ભાજપના કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો વર્તમાન ધારાસભ્ય અરૂપ બિસ્વાસ સામે ચૂંટણી લડશે. આ વિસ્તારને બંગાળની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું હાર્ટ પણ કહેવામાં આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો