Last Updated on April 9, 2021 by
આજની આ ભાગદોડના સમયમાં જિંદગીમાં સૌ કોઇની ખાનપાન અને લાઇફસ્ટાઇલ એવી થઇ ગઇ છે કે, કોઇને પણ ફુરસત નથી કે પોતાની જાતનું બરાબર ધ્યાન રાખી શકે. આનું પરિણામ એ આવે છે કે, આપણાં શરીરનું સ્ટ્રક્ચર પણ બગડી જાય છે. શરીરમાં ચરબી વધવા લાગી છે. જ્યારે એવું લાગવા લાગે છે કે, આપણી જીવનશૈલીને કારણ આપણા શરીરનો આકાર બદલાઇ ગયો છે, ત્યારે આપણી ઊંઘ ઉડી જાય છે અને આપણે જીમ અને ડાયેટિંગ તરફ ભાગવા લાગીએ છીએ.
પરંતુ એક વાત યાદ રાખજો કે શરીરને બગડવામાં અથવા તો વજનને વધવામાં જેટલો સમય લાગ્યો છે તેટલો જલ્દી તમારી બોડીનો આકાર નહીં આવી જાય. એ માટે તમારે ધીરજ રાખવી પડશે. અમે તમને અહીં અહેવાલમાં જણાવીશું કે, કેવી રીતે ઘરમાં ઉપલબ્ધ એક મસાલો અથવા તો એક ઔષધિ દ્વારા જ તમે વગર કોઇ એક્સ્ટ્રા મહેનતે તમારું વજન પણ ઓછું કરી શકો છો અને સ્વાસ્થ્યને પણ તમે જાળવી શકો છો.
જીરું વધુ ફાયદાકારક
જીરું એક એવો મસાલો છે કે જેનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે. ખાસ કરીને ભારતમાં. જીરું ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે અને તે આરોગ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. જીરું એ એક મસાલો છે કે જે માત્ર ખાદ્ય પદાર્થોનો સ્વાદ જ વધારતો નથી પરંતુ વજનને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. જો તેને સવારે ખાલી પેટે પાણીમાં પલાળ્યા બાદ પીવામાં આવે તો તેનાથી મોટાપા દૂર થાય છે. જીરાનું પાણી પીવાની બે રીતો અમે તમને જણાવીશું. તેને પીવાની બે રીત તમારે ખાસ કામ આવી શકે છે.
- જીરાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બાદમાં સવારમાં તેનું સેવન કરતા પહેલાં તેમાં તજ પાવડરને ભેળવી દો. જેનાથી તમારું વજન પણ ઓછું થઇ જશે.
- આ જ રીતે જો જીરા પાણીમાં મેથીના દાણાં નાખીને તેને ધીમા તાપે થોડીક વાર સુધી ઉકાળો. બાદમાં આ પાણીને ગાળીને તમે પીવો. મેથી હોર્મોનિલ મુશ્કેલીઓને દૂર કરે છે અને પાચનમાં પણ સુધારો કરે છે. તેનાથી પણ વજન ઘટાડવામાં સરળતા ઊભી થાય છે.
જીરાને પાણીમાં પલાળવા પર શું થાય છે?
જીરાને ખોરાકમાં ઉમેરવા સિવાય, પણ મોટા ભાગના લોકો નિયમિતપણે જીરાનું પાણી પીવાનું વધુ પસંદ કરે છે. જીરું પાણીમાં પલાળી રાખવું એ એક ઓસ્મોસિસ નામની એક કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં જીરુંના તમામ પોષક તત્વો પાણીમાં ભળી જાય છે, જેના કારણે પાણીનો રંગ આછો પીળો થાય છે. જીરું પાણી પીવાથી વજન વધતું નથી.
જીરામાં કેટલી કેલરી હોય છે?
જીરામાં માત્ર 7 કેલરી જ હોય છે. એટલાં માટે વજન ઘટાડવા જીરું વધુ ફાયદાકારક છે.
શરીરની સફાઈ
જીરુંના પાણીમાં ફાઈબર પણ જોવા મળે છે, જે કચરો શરીરમાંથી બહાર કાઢવામાં મદદગાર છે. જીરું પાણી શરીરને શુદ્ધ કરે છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે પણ દરરોજ જીરાનું પાણી પીવું જોઇએ. ઉપરાંત અનેક રોગોથી પણ બચી શકાય છે.
પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે
આ ડાઇજેસ્ટિવ (પાચક) સિસ્ટમ એટલે કે પાચક તંત્રને સ્વસ્થ રાખે છે. આ સિવાય તેને પીવાથી ઉલટી, ઝાડા, સવારની માંદગી, ગેસ અને કોન્સ્ટિપેશનથી પણ રાહત મળે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31