Last Updated on April 9, 2021 by
દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે શિક્ષણ ક્ષેત્રમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે નવી શિક્ષણ નીતિને યોગ્ય રીતે લાગૂ કરવા માટે ‘સાર્થક યોજના’ની શરૂઆત કરી છે. તેનાથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નવી શિક્ષણ નીતિના લક્ષ્ય અને ઉદ્દેશને સમજવામાં મદદ મળશે.
તૈયાર થઈ ‘સાર્થક’ યોજનાની રૂપરેખા
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ‘સાર્થક’ યોજનાની રૂપરેખા તૈયાર કરી લીધી છે. તેને અમૃત મહોત્સવ હેઠળ જાહેર કરવામાં આવી છે. આ અવસરે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે ‘સાર્થક’ યોજના અરસપરસ, સરળ અને સમાવિષ્ટ છે.
લાગૂ કરવા માટે રાજ્યોને મળી છૂટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે નવી શિક્ષણ નીતિ માટે 1 વર્ષની કાર્ય યોજના તૈયાર કરી છે. તમામ રાજ્યો તેમની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા તેને અપનાવી શકે છે. જો તેમને તેની જરૂર લાગે છે, તો તેમાં ફેરફાર પણ કરી શકાય છે. આ સંબંધમાં મંત્રાલયના અંદાજે 7,177 સૂચન મળ્યા હતા.
લક્ષ્યોને સમજવામાં મળશે મદદ
શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે ‘સાર્થક’ યોજના હેઠળ કાર્યો અને ગતિવિધિઓને એ પ્રકારે પરિભાષિત કરાઇ છે કે તેમાં લક્ષ્ય, પરિણામ અને સમયમર્યાદાનો ઉલ્લેખ છે. તેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણોને 297 કાર્યો સાથે જોડવામાં આવી છે. તેના માટે જવાબદાર એજન્સીઓ અને સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ કાર્યો માટે 304 પરિણામ નક્કી કરાયા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31