GSTV
Gujarat Government Advertisement

લ્યો બોલો, લોકડાઉનમાં માત્ર ટાઇમપાસ માટે શરૂ કરેલા કામથી આજે કમાય છે લાખો રૂપિયા, તમે પણ અપનાવો આ આઇડિયા

બિઝનેસ

Last Updated on April 9, 2021 by

ગયા વર્ષે કોરોના વાયરસના કારણે દેશમાં લાંબા સમય સુધી લોકડાઉન રહ્યું હતું અને આ જ કારણોસર લોકો કેટલાંય સમય સુધી પોતાના ઘરોમાં જ બંધ રહ્યાં હતાં. આ દરમ્યાન અનેક લોકોએ ઘરોમાં રહીને ખાવાથી માંડીને અન્ય ચીજવસ્તુઓમાં અનેક પ્રકારના એક્સપરિમેન્ટ કર્યા હતાં. જ્યારે કેટલાંક લોકો એવાં પણ હતાં કે જેઓએ પોતે કરેલા એક્સપરિમેન્ટ પોતાનો બિઝનેસ પણ બનાવી લીધો હતો. આ લોકોએ લોકડાઉનના મુશ્કેલીભર્યા સમયને એક અવસરના રૂપમાં લઇ લીધો હતો અને તેનાથી આવકનો રસ્તો શોધી લીધો હતો.

એવામાં આજે અમે આપને એવાં જ લોકો વિશે જણાવવા જઇ રહ્યાં છીએ કે જેઓએ આ મુશ્કેલીને કમાણી માટેનો સ્ત્રોત બનાવી લીધી હતી અને પોતાના ખાસ આઇડિયાથી હવે તેઓ સારી એવી કમાણી કરી રહ્યાં છે. એવામાં આપ સૌ જાણો છો કે, તેઓએ શું કર્યું અને જો તમે આ ફીલ્ડથી જોડાયેલું કંઇક કામ કરી શકો છો તો તમે તેઓનો આ આઇડિયા પણ અપનાવી શકો છો. તો અહીં જાણીશું આવા લોકોની સ્ટોરી…

બનાવી હોમમેડ ખાવાની વેબસાઇટ

લોકડાઉન દરમ્યાન સુર્યાંશુ પાંડા અને પ્રીતમ નામના બે શખ્સોએ એક વેબસાઇટની શરૂઆત કરી હતી. તેઓની વેબસાઇટની ખાસિયત એ છે કે, તેઓ હોમ મેડ મીલ લોકો સુધી પહોંચાડે છે. તેનાથી ના તો માત્ર તેઓ ઘરેથી બહાર રહેતા લોકોને ઘર સુધી ખાવાનું પહોંચાડી રહ્યાં છે, પરંતુ હોમ સેફને પણ જોડી રહ્યાં છે. તેનાથી એવાં લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. ભુવનેશ્વરના આ સ્ટાર્ટઅપનું નામ છે ChefJunction.

cake

સુરતના આ છોકરાઓના આઇડિયાએ કર્યો કમાલ

સુરતના બે છોકરા દિશાંત ગાંધી અને આલોક કુમારે લોકડાઉન દરમ્યાન મગજ દોડાવ્યું અને પોતાનું એક પ્લેટફોર્મ Gradeazy શરૂ કર્યું, પ્લેટફોર્મ એજ્યુકેશન સંસ્થાઓ માટે છે અને તેના માધ્યમ દ્વારા સંસ્થા ઓનલાઇન પરીક્ષા કરાવી શકે છે. હકીકતમાં, લોકડાઉન દરમ્યાન હાલમાં સંસ્થા ઓનલાઇન અભ્યાસ કરાવી રહ્યાં હતાં, એવામાં તેઓએ તેમની પરીક્ષા માટે વ્યવસ્થા કરી અને તેના માધ્યમથી અનેક સંસ્થાઓ ઓનલાઇન પરીક્ષા કરાવી રહ્યાં છે, જેનો ફાયદો આ છોકરાઓને થઇ રહ્યો છે.

online-exam

સ્વાતિએ કેકનો વેપાર શરૂ કર્યો

આ સાથે જ, હાઉસવાઇફ સ્વાતિએ તો લોકડાઉન દરમ્યાન પોતાના ટાઇમપાસ માટે કેક બનાવી હતી. ત્યાર બાદ જે-જે લોકોએ તેમની કેક જોઇ તો તેઓને ખૂબ જ પ્રશંસા મળી હતી. ત્યાર બાદ ધીરે-ધીરે તેમની ખ્યાતિ પણ વધારે વધી ગઇ અને હવે સ્વાતિએ કેક બનાવવાનો બિઝનેસ પણ શરૂ કરી દીધો છે. તેનાથી આ બિઝનેસમાં તેઓને દરરોજ ઓર્ડર મળી રહ્યાં છે અને ઘરે બેઠા બેઠા જ તેઓ ખૂબ જ સારી એવી કમાણી કરી રહ્યાં છે.

નાના શહેરોને ધ્યાનમાં રાખીને વેપાર શરૂ કર્યો

બોકારોના રહેનારા અભિષેક મિશ્રા અને કુંદન મિશ્રાએ પણ કંપનીઓની જાહેરાત માટે મર્ચેંડાઇસ બનાવવાનું કામ શરૂ કર્યું છે. હવે તો કંપનીઓ માટે ટીશર્ટ, માસ્ક વગેરે પ્રિન્ટ કરી રહ્યાં છે અને થોડાંક જ સમયમા તેઓને આનાથી વધારે ફાયદો થઇ રહ્યો છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો