GSTV
Gujarat Government Advertisement

યાત્રીગણ ધ્યાન દે ! કોરોનાના વધતા કેસો વચ્ચે રેલ્વેએ આ સ્ટેશનો પર બંધ કર્યું પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ, જુઓ લિસ્ટ

Last Updated on April 9, 2021 by

દેશમાં ફરી એકવાર કોરોના (કોવિડ -19) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ પ્રતિબંધો વધારવાના શરૂ કર્યા છે. ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કેટલાક શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે અને કેટલાકમાં સપ્તાહના અંતમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ચેપ ફેલાવાને રોકવા માટે ભારતીય રેલ્વેએ ઘણા રેલ્વે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. સ્ટેશન પર ભીડ હોવાને કારણે રેલ્વે આ નિર્ણય લીધો છે.

અંહિ જુઓ કયા સ્ટેશનો પર બંધ થયું પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ

જે રેલ્વે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરાયુ છે તેમાં લોકમાન્ય તિલક ટર્મિનસ, કલ્યાણ, થાણે, દાદર, પનવેલ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સામેલ છે. મધ્ય રેલ્વેના CPROના હવાલાથી સૂત્રો મુજબ આ જાણકારી મળી છે.એક અધિકારીએ શુક્રવારે કહ્યુ કે, સેંટ્રલ રેલ્વેએ મુંબઈ CSMT સહિત પોતાના 6 લાંબા અંતરના સ્ટેસનો પર પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરાયુ છે. મધ્ય રેલ્વેના મુખ્ય પ્રવક્તા શિવાજી સૂતારે કહ્યુ કે, મુંબઈ CSMT ઉપરાંત LTT, કલ્યાણ, થાણે દાદર અને પનવેલ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ આપવાનું બંધ કરાયુ છે. જયાંથી લાંબા અંતરની ટ્રેનો ચાલતી હોય છે.

સૂતારે કહ્યુ કે, લોકડાઉનની આશંકાને કારણે આ રેલ્વે સ્ટેશનો પર અચાનક યાત્રિઓની ભીડ વધવા લાગી છે. પ્રવાસી મજૂરોને ડર છે કે, ગત વર્ષની જેમ સ્થિતી બની જશે તો જેથી તેઓ પોતાના ઘરે પરત ફરવા માંગે છે. તેઓએ કહ્યુ કે, ગરમી તથા સ્ટેશનો પર હાલની પરિસ્થિતીને જોતા સામાજીક અંતરને સૂનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે.

આ પહેલા ગત મહિને સેંટ્રલ રેલ્વેએ કોવિડ -19 મહામારીને જોતા ભીડથી બચવા માટે મહારાષ્ટ્રના કેટલાક મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોની કીંમતમાં 10 રૂપિયા વધારીને 50 રૂપિયા કર્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો