Last Updated on April 9, 2021 by
ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે આંખ ભીંજાઈ જાય તેવી એક ઘટના સામે આવી છે. એક વૃદ્ધ મહિલા અયોધ્યા, મથુરા, વૃંદાવન, ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા કરીને અર્ધ કુંભ 2016માં હરિદ્વાર પહોંચી હતી પરંતુ પોતાના ગામ પાછી નહોતી ફરી. મહિલાના પરિવારજનોએ દરેક જગ્યાએ તેમની તપાસ કરી હતી પરંતુ કોઈ ખબર નહોતી મળી.
પરીવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી
ત્યાર બાદ પરિવારજનોએ થાણા જોગિયા ઉદયપુર જિલ્લા સિદ્ધાર્થનગર ખાતે કૃષ્ણા દેવી ખોવાયા હોવાની ફરિયાદ લખાવી હતી. જ્યારે વૃદ્ધ મહિલા અંગે કોઈ સમાચાર ન મળ્યા તો પરિવારજનોએ તેમને મૃત માની લીધા હતા. પરંતુ તેઓ ખોવાયા તેના 5 વર્ષ બાદ પરિવારજનોને કૃષ્ણા દેવી જીવીત છે અને ત્રિવેણી ઘાટ ઋષિકેશમાં છે તેવી ખબર પડી તો તેઓ આનંદિત થઈ ગયા હતા.
હરિદ્વાર પોલીસે આપી જાણકારી
હકીકતે હરિદ્વારમાં કુંભ ચાલી રહ્યો છે પોલીસ તમામ લોકોની ઓળખવિધિ કરી રહી છે. આ દરમિયાન પોલીસને કૃષ્ણા દેવી અંગે જાણ થઈ હતી. પોલીસે ઉદયપુર જિલ્લાના સિદ્ધાર્થનગર થાણાનો સંપર્ક કરીને કૃષ્ણા દેવી અંગે સૂચના આપી હતી. પોલીસ દ્વારા સૂચના મળતા જ કૃષ્ણા દેવીનો દીકરો દિનેશ્વર પાઠક, પતિ જ્વાલા પ્રસાદ અને દીકરી ઉમા ઉપાધ્યાય ઋષિકેશ પહોંચી ગયા હતા. ઋષિકેશમાં પોતાની માતાને સકુશળ જોઈને બાળકોની આંખો વહેવા લાગી હતી અને ઉમા ઉપાધ્યાય માતાને ગળે વળગીને રડવા લાગી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31