Last Updated on April 9, 2021 by
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની એક ઝલક માટે ચાહકો ક્રેઝી રહે છે. દીપિકા પાદુકોણ તેની અભિનય અને સુંદરતાથી બધાને દિવાના બનાવે છે. દીપિકાને છેલ્લે જાન્યુઆરી 2020 માં રિલીઝ થયેલી ફિલ્મ છપાકમાં જોવા મળી હતી. ચાહકો દીપીકાની આગામી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. દરમિયાન અભિનેત્રીએ ચાહકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. આખરે અભિનેત્રીએ તેની વેબસાઇટ શરૂ કરી છે.
દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. થોડા દિવસો પહેલા જ દીપિકાએ ઈંસ્ટાગ્રામ પર તેની બધી પોસ્ટ્સ ડિલીટ કરી હતી. આ પછી, હવે તેની દરેક નવી પોસ્ટ દ્વારા, અભિનેત્રી ચાહકોને પોતાને લગતી માહિતી આપતી રહે છે. હવે અભિનેત્રીએ તેની વેબસાઇટ જાહેર કરી છે.
દીપિકાએ જારી કરી વેબસાઈટ
દીપીકા પાદુકોણે ગુરુવારે ‘www.deepikapadukone.com’નામની વેબસાઈટ લોન્ચ કરી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટના માધ્યમથી વેબસાઈટ લોન્ચની ઘોષણા કરી છે. તેણે વિડિયો શેર કરી કેપ્શન લખ્યુ કે, અનુભવ www.deepikapadukone.com . દીપીકાએ પ્રશંસકોને સમજાવતા એક વીડિયો શેર કર્યો જેમાં તેની વેબસાઈટ વિશે વિવરણ કર્યુ છે.
તેણે ઉલ્લેખ કર્યો છો કો, વેબસાઈટમાં કઈ સામગ્રી હશે. દીપીકા પાદુકોણે વેબસાઈટ પર તેની આગામી પરિયોજનાઓ, સામાજિક કાર્ય અને અન્ય સુવિધાઓ પણ હશે.
શું કહ્યું દીપિકાએ
દીપિકા પાદુકોણના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે હાય, હું આજે મારી વેબસાઇટ લોન્ચ કરવા માટે ઉત્સુક છું. ઘણા મહિનાઓથી તેના પર કામ ચાલી રહ્યું હતું. કોરોના રોગચાળાને કારણે વિલંબ થયો છે, પરંતુ, તે હવે અહીં તૈયાર છે! હું માનું છું કે તેમાં એવા તત્વો છે જે મારા વ્યક્તિત્વને વિસ્તૃત કરશે.
હું આશા રાખું છું કે તમને બધાને આ ગમશે. અભિનેત્રીએ જાહેર કર્યું કે તેની ટીમ વેબસાઇટ પર ઘણા મહિનાઓથી કામ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું વેબસાઇટ શરૂ કરવામાં વિલંબ થવાનું કારણ. દીપિકા ટૂંક સમયમાં 83 માં જોવા મળશે. આ ફિલ્મમાં તે પતિ રણવીર સિંહ સાથે લગ્ન પછી પહેલીવાર પડદા શેર કરતી જોવા મળશે. 83 ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવના જીવન પર આધારિત હશે. આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે અને કપિલ દેવ રણવીર સિંહ બનશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31