Last Updated on April 9, 2021 by
સિંગર આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા કોરોના વાઇરસના ઝપટમાં આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતે કોરોના પોઝિટિવ થયા છે તેની જાણકારી આપી હતી. આદિત્યની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ તેના પરિવારવાળા અને ફેન્સ ચિંતિત થયા હતા. હવે આદિત્યના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. તે કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યો છે.
આદિત્યએ જણાવ્યું હતું કે તે હોસ્પિટલથી ઘરે પરત ફર્યો છે. આદિત્યએ જણાવ્યું કે હું સારું અનુભવી રહ્યો છું. મારી પત્ની શ્વેતા પણ પહેલાથી સ્વસ્થ છે, પરંતુ આ વાઇરસે તેને કમજોર કરી દીધી છે.
ફેન્સને આપી આ સલાહ
આદિત્ય નારાયણે કોરોનાથી બચવા માટે ફેન્સને સલાહ આપી છે. તેણે જણાવ્યું કે ઘરે રહો… માત્ર તેના દ્વારા જ વાઇરસથી બચી શકાય છે. હું પણ જરૂરી સાવચેતી રાખી રહ્યો હતો. હું માસ્ક પહેરતો હતો અને દરેક વસ્તુને સેનિટાઇઝ કરતો હતો. તો પણ હું આ વાઇરસથી સંક્રમિત થઇ ગયો.
શોની શૂટિંગ રોકી દેવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે આદિત્ય નારાયણ કોરોના પોઝિટિવ આવ્યા પછીથી ઇન્ડિયન આઇડલની શૂટિંગ રોકી દેવામાં આવી હતી. જેથી સંક્રમણ વધુ ના ફેલાય.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31