Last Updated on April 9, 2021 by
Post Office માં અનેક વીમા પોલીસી છે, તેમાંથી જ એક સ્કીમ છે ગ્રીમ સુમંગલ રૂરલ પોસ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમ (Gram Sumangal Rural Postal Life Insurance Scheme). આ એક એંડોમેંટ સ્કીમ છે, જે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને મનીબેક સાથે ઇન્શ્યોરન્સ કવર પણ આપે છે. આ સ્કીમ અંતર્ગત બે પ્રકારના પ્લાન આવે છે.
આ યોજનાનો વધુ એક ફાયદો છે કે જો તમે દરરોજ ફક્ત 95 રૂપિયાના હિસાબે તેમાં રોકાણ કરશો તો તમે સ્કીમના અંત સુધી 14 લાખ રૂપિયા મેળવી શકો છો. રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમની શરૂઆત 1995માં થઇ હતી. આ સ્કીમ અંતર્ગત પોસ્ટ ઑફિસ 6 અલગ અલગ વીમા યોજનાઓ રજૂ કરે છે. તેમાંથી જ એક છે ગ્રામ સુમંગલ.
શું છે ગ્રામ સુમંગલ સ્કીમ
આ પોલીસી તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમને સમયે સમયે પૈસાની જરૂર પડે છે. મની બેક ઇન્શ્યોરન્સ પોલીસી ગ્રામ સુમંગલ યોજનામાં મહત્તમ 10 લાખ રૂપિયાનો સમ અશ્યોર્ડ મળે છે. પોલીસી લીધા બાદ વ્યક્તિનું મૃત્યુ પોલીસી પીરિયડ દરમિયાન ન થાય તો તેને મનીબેકનો ફાયદો પણ મળે છે. વ્યક્તિનું મૃત્યુ થવા પર નોમિનિને સમ અશ્યોર્ડ સાથે બોનસ રકમ પણ આપવામા આવે છે.
પોલીસી કોણ લઇ શકે છે
પોલીસી સુમંગલ સ્કીમ બે પીરિયડ માટે મળે છે. તેમાં 15 વર્ષ અને 20 વર્ષ સામેલ છે. આ પોલીસી માટે લઘુત્તમ ઉંમર 19 વર્ષ હોવી જોઇએ. મહત્તમ 45 વર્ષનો વ્યક્તિ 15 વર્ષના પીરિયડ માટે આ સ્કીમ લઇ શકે છે. 20 વર્ષ માટે આ પોલીસી મહત્તમ 40 વર્ષનો વ્યક્તિ લઇ શકે છે.
મની બેકનો નિયમ
15 વર્ષની પોલીસીમાં 6 વર્ષ, 9 વર્ષ અને 12 વર્ષ પૂરા થયા બાદ 20-20 ટકા મની બેક મળે છે. સાથે જ મેચ્યોરિટી પર બોનસ સહિત બાકી 40 ટકા પૈસા આપવામાં આવશે. આ જ રીતે 20 વર્ષની પોલીસીમાં 8 વર્ષ, 12 વર્ષ અને 16 વર્ષના પીરિયડ પર 20-20 ટકા પૈસા મળે છે. બાકી 40 ટકા પૈસા બોનસ સાથે મેચ્યોરિટી પર આપવામાં આવશે.
ફક્ત 95 રૂપિયા રોજનું પ્રીમિયમ
પ્રીમિયમની વાત કરીએ તો જો 25 વર્ષનો વ્યક્તિ 7 લાખ રૂપિયાના સમ અશ્યોર્ડની સાથે આ પોલીસીને 20 વર્ષ માટે લઇ તેને દર મહિને 2853 રૂપિયાનું પ્રીમિયમ પડશે એટલે કે દરરોજના હિસાબે આશરે 95 રૂપિયા. ત્રિમાસિક પ્રીમિયમ 8449 રૂપિયા હશે, છમાસિક પ્રીમિયમ 16715 રૂપિયા અને વાર્ષિક પ્રીમિયમ 32735 રૂપિયા હશે.
આ રીતે મળશે 14 લાખ રૂપિયા
પોલીસીમાં 8મા, 12મા અને 16મા વર્ષમાં 20-20 ટકાના હિસાબે 1.4-1.4 લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. અંતે 20મા વર્ષમાં 2.8 લાખ રૂપિયા સમ અશ્યોર્ડના રૂપમાં પણ મળશે. જ્યારે પ્રતિ હજાર વાર્ષિક બોનસ 48 રૂપિયા છે, 7 લાખ રૂપિયાથી સમ અશ્યોર્ડ પર વાર્ષિક બોનસ થયુ 33600 રૂપિયા. એટલે કે સમગ્ર પોલીસીનો પિરિયડ એટલે કે 20 વર્ષોમાં બોનસ થયુ 6.72 લાખ રૂપિયા. 20 વર્ષોમાં કુલ 13.72 લાખ રૂપિયાનો ફાયદો થશે. તેમાંથી મની બેક તરીકે 4.2 લાખ રૂપિયા પહેલા જ મળશે અને મેચ્યોરિટી પર એક સાથે 9.52 લાખ રૂપિયા આપવામાં આવશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31