GSTV
Gujarat Government Advertisement

વાહ ! નાના વેપારીઓ માટે સરકારે કર્યો મહત્વનો નિર્ણય, હવે મોબાઈલ વૉલેટમાં રાખી શકે છે આટલા લાખ

Last Updated on April 9, 2021 by

સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) અને નાના ઉદ્યોગોના હિતમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ પેમેન્ટ બેંકોમાં ગ્રાહક દ્વારા મહત્તમ રકમ રાખવાની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ કરી દીધી છે. નાના વેપારીઓ, જેમ કે MSME સહિતની જરૂરિયાતોને પહોંચી વળવા તેમની ક્ષમતા વધારવાના હેતુથી આ ફેરફાર તાત્કાલિક અસરથી કરવામાં આવ્યો છે. બુધવારે નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકંતા દાસે આ અસરની ઘોષણા કરી હતી. હમણાં સુધી પેમેન્ટ બેંકો માટેની આ મર્યાદા વ્યક્તિગત ગ્રાહક દીઠ 1 લાખ રૂપિયા હતી.

આરબીઆઈએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, ચુકવણી બેંકોના નાણાંકીય સમાવેશ ક્ષેત્રમાં પ્રગતિને ધ્યાનમાં લેતા અને આ બેંકોમાં કાર્યરત કરવામાં વધુ રાહત આપવામાં આવે છે, દિવસના અંતે વ્યક્તિગત ગ્રાહક દીઠ મહત્તમ રકમ રાખવાની મર્યાદા રૂપિયા 1 લાખથી વધારીને 2 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યોજના

દેશમાં વર્તમાનમાં લગભગ 6 પેમેન્ટ બેંક

ખાતામાં રકમ રાખવાની મર્યાદા બેગણી કરવાના નિર્ણય ટૂકવણી બેંકોના કામકાજની સમીક્ષા પર આધારિત છે. તથા નાણાંકીય સમાવેશ માટે તેના પ્રયાસોને પ્રોત્સાહિત કરવાના હેતુથી કરાયો છે. સાથે જ તેને MSME, નાના વેપારીઓ અને વ્યાપારીઓ સહિત ગ્રાહકોની જરૂરીયાતોને પુરી કરવામાં સક્ષમ બનાવવાનું છે. દેશમાં વર્તમાનમાં લગભગ 6 ચૂકવણી બેંક છે.

મોબાઈલ વૉલેટ અને પ્રીપેડ કાર્ડ જેવી તમામ પ્રીપેડ ઈન્સ્ટ્રૂમેન્ટ (PPI) હવે બેંકોની રીતે કામ કરશે. ફિનટેક અને પેમેન્ટ કંપનીઓના ગ્રાહક પણ RTGS અને NEFT દ્વારા પૈસા ટ્રાંસફર કરી શકશે. નોન-બેંક પેમેન્ટ સિસ્ટમ સુઘી પણ આ સુવિધા આપવામાં આવશે. આ પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ, કાર્ડ નેટવર્કસ, વ્હાઈટ લેબલ ATM ઓપરેટર્સ સુધી તેને વધારાઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો