Last Updated on April 9, 2021 by
દિલ્હી હાઈકોર્ટે કાર ચલાવતી વખતે પણ માસ્ક પહેરવો ફરજિયાત હોવાનો આદેશ આપ્યા પછી હવે પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક વગર દેખાતા લોકો અંગે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચનો જવાબ માગ્યો છે. હાઈકોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ફરજિયાત માસ્ક પહેરવા અંગે સવાલ ઉઠાવ્યો છે અને પૂછ્યું છે કે ચૂંટણી રેલીઓમાં લોકો માસ્ક વગર શા માટે દેખાય છે?
દિલ્હી હાઈકોર્ટમાં થયેલી એક અરજીમાં ચૂંટણી પંચે તેની વેબસાઈટ, મોબાઈલ એપ્સ, અન્ય પ્લેટફોર્મ્સ અને સામગ્રી પર ચૂંટણી દરમિયાન કોરોના પ્રોટોકોલ અંગે માહિતી આપવા અંગે માગણી કરાઈ છે. આ સિવાય ચૂંટણી પંચને ડિજિટલ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા મારફત ચૂંટણીમાં કોવિડ-૧૯ પ્રોટોકોલ અંગે જાગૃતિ ફેલાવવાનો આદેશ આપવા પણ માગણી કરાઈ છે.
હાઈકોર્ટે કેન્દ્ર-પંચ પાસે માંગ્યો જવાબ
આ અરજી થિંક ટેંક સેન્ટર ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટેમેટિક ચેન્જના ચેરમેન વિક્રમ સિંહ તરફથી દાખલ કરાયેલી અરજીના સંદર્ભમાં મુખ્ય ન્યાયાધીશ ડી. એન. પટેલ અને ન્યાયાધીશ જસમીત સિંહની બેન્ચે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટીસ પાઠવી છે. વિક્રમ સિંહ ઉત્તર પ્રદેશ પોલીસના ડીજીપી રહી ચૂક્યા છે. હાઈકોર્ટે આ કેસની વધુ સનાવણી ૩૦મી એપ્રિલ પર મુલતવી રાખી છે.
વિક્રમ સિંહે તેમની અરજીમાં કોરોના મહામારીના સંદર્ભમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ચૂંટણી પેનલ દ્વારા ઈશ્યુ કરાયેલી ફરજિયાત માર્ગદર્શિકાનો વારંવાર ભંગ કરનારા ઉમેદવારો અને પ્રચારકો પર પ્રતિબંધ મુકવાની પણ માગણી કરી છે. અરજીમાં બેન્ચને જણાવાયું છે કે કોરોના કાળમાં માસ્ક પહેરવો ફરજિયાત હોવાના મુદ્દે બધી જ ઓથોરિટીમાં સર્વાનુમત છે ત્યારે આ નિયમ ચૂંટણી પ્રચારમાં શા માટે લાગુ કરતો નથી?
આસામ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં મતદાન પૂરું થઈ ગયું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં હજી કેટલાક તબક્કાનું મતદાન બાકી છે. આ સિવાય દેશના વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે. વિક્રમ સિંહે તેમની અરજીમાં માગણી કરી હતી કે કોરોનાના તમામ નિયમો બાજુ પર મૂકીને જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. અરજીમાં જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં તેમજ જાહેર અને કામના સ્થળો પર માસ્ક નહીં પહેરનારા લોકોને યોગ્ય દંડ કરવાનું ફરજિયાત કરવા કેન્દ્રને નિર્દેશ આપવા માગણી કરાઈ છે.
આ અરજીમાં કહેવાયું હતું કે, એક તરફ દેશમાં કોરોનાના કેસમાં તીવ્ર ઊછાળો આવી રહ્યો છે તો બીજી બાજુ પશ્ચિમ બંગાળ અને અસમમાં રોડ શો અને રેલીઓ કાઢવામાં આવી રહી છે. તેની સાથે જ અરજીમાં સામાન્ય લોકો વિરુદ્ધ માર્ગદર્શિકા કડકાઈથી લાગુ કરવા અને રાજનેતાઓને છૂટ હોવાનો મુદ્દો પણ ઉઠાવાયો હતો. વિક્રમ સિંહે અરજીમાં કહ્યું હતું કે સામાન્ય લોકો અને નેતાઓ વચ્ચે આ અંતર બંધારણની કલમ ૧૪ની ભાવના વિરુદ્ધ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31