GSTV
Gujarat Government Advertisement

આનંદો / RBIએ નવી ક્રેડિટ પોલીસી કરી જાહેર, ઓનલાઇન પેમેન્ટની મર્યાદા વધી

RBI

Last Updated on April 8, 2021 by

ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ નવી ક્રેડિટ પોલિસીની જાહેરાત કરી છે. આ પોલિસી ઓનલાઇન પેમેન્ટ, મોબાઇલ પેમેન્ટ, કાર્ડ પેમેન્ટ માટે છે. આ નવી પોલિસીની અસર મોબાઇલ પેમેન્ટ એપ પર થશે.

પેમેન્ટ બેંક દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવાની મર્યાદાને પણ વધારી બે લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, પહેલા આ મર્યાદા માત્ર એક લાખ રૂપિયા હતી. તમામ પેમેન્ટ મોડમાં ઇન્ટરપ્રેટેબિલિટીને પ્રાયોરિટી આપવાનો નિર્દેશ પણ આપી દેવામાં આવ્યો છે.

પીલિસીનો લાભ UPI દ્વારા પણ લઇ શકાશે

નવી પોલિસીનો લાભ યૂપીઆઈ દ્વારા પણ મેળવી શકશો. આ નવી પોલિસી હેઠળ તમારા મોબાઇલ પર બેંકિંક તરફથી બીજી સુવિધા પણ આપવામાં આવશે, જેથી તમારું કામ વધુ સરળ થઇ જશે.

પેમેન્ટ એપ ડેબિટ કાર્ટ બની જશે

RTGS અને NEFTની સુવિધા તમને પેમેન્ટ એપ પર પણ કામ કરશે એટલે એક તરફથી જોવા જઇએ તો હવે તમારી પેમેન્ટ એપ ડેબિટ કાર્ટ બની જશે. તેના દ્વારા કોઇ પણ પ્રકારની ચુકવણી કરી શકાશે. સૌથી ખાસ વાત એ છે કે તમે તેનાથી રૂપિયા પણ કાઢી શકશો.

ડેબિટ કાર્ડની તમામ સુવિધા મોબાઇલ એપમાં

આ સુવિધા દ્વારા અનેક લોકોને લાભ થશે. તમારા મોબાઇલમાં એ તમામ સુવિધા હશે જે તમારા ડેબિટ કાર્ડમાં છે. જો તમારે રૂપિયા કાઢવા છે, તો એપ એ કામ સરળ કરી દેશે. જે લોકોનો વેપાર પેમેન્ટ પર ટકેલો છે, તેમને બેંકિંગ સુવિધાથી આરામ મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ જણાવ્યું કે હવે ઓનલાઇન પેમેન્ટ એપ દ્વારા 2 લાખ રૂપિયા મોકલી શકશો.

RBIએ 2018માં આ સુવિધાની શરૂઆત કરી

તમે તમારા મોબાઇલથી તમામ એ કામ કરી શકશો જે ડિબટ કાર્ડથી કરો છો. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખતા બીજા પણ લાભ આપવામાં આવશે. એટીએમ, ક્યૂઆર કોડ, બિલ પેમેન્ટ, વન ટચ પર દરેક સુવિધા હશે. RBIએ વર્ષ 2018ના ઓક્ટોબર મહિનામાં જ inter-operabilityની શરૂઆત કરી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો