Last Updated on April 8, 2021 by
યુનિયમ પબ્લિક સર્વિસ કમિશને બુધવારે સિવિલ સેવામાં ઈન્ટરવ્યૂની તારીખ જાહેર કરી છે. આયોગે 26 એપ્રિલથી 18 જૂન 2021 સુધી UPSC સિવિલ સેવાના મુખ્ય ઈન્ટરવ્યૂનું આયોજન કર્યુ છે.
જે ઉમેદવારોએ યુપીએસસી સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2020માં સફળ થયાં છે. તે હવે ઈન્ટરવ્યૂ માટે યોગ્ય ગણાશે. આ સાથે જ ઈન્ટરવ્યૂ શિડ્યૂલ ઓનલાઈન સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જોઈ શકાશે.
તારીખોમાં નહીં કરે કોઈ ફેરફાર
આ ઉપરાંત આયોગે 23 માર્ચ 2021ના રોજ યુપીએસસી સિવિલ સેવાની મુખ્ય પરીક્ષાના પરિણામ જાહેર કર્યા હતા. ઉમેદવારો માટે હવે આયોગ દ્વારા ઈન્ટરવ્યૂની તારીખ અને સમયમાં કોઈ ફેરફાર કરશે નહીં.
પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાઈ છે
આ સાથે જ UPSC IAS ઈન્ટરવ્યૂ 2021નું પીડીએફ સ્ક્રીન સામે આવ્યુ છે. તેને ડાઉનલોડ કરો. પ્રિન્ટ આઉટ કાઢો. અહીં ઉલ્લેખનીય છે કે, દર વર્ષે યુપીએસસી દ્વારા ભારતીય પ્રશાસનિક સેવા-IAS, ભારતીય વિદેશ સેવા-IFS, ભારતીય પોલીસ સેવા-IPS તથા અન્ય કેન્દ્રીય સેવાઓ (ગ્રુપ એ અને બી)ની સિવિલ સેવા પરીક્ષા યોજે છે. પરીક્ષા ત્રણ તબક્કામાં યોજાય છે. તેમાં પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યૂ થાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31