Last Updated on April 8, 2021 by
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લોવરોવ પાકિસ્તાનની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. નવ વર્ષ બાદ કોઈ રશિયન વિદેશ મંત્રીએ પાકિસ્તાનને મહત્ત્વ આપી તેની મુલાકાત લીધી છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ સંરક્ષણ સોદાઓ અને વેપાર સમજુતીઓ કરવાનો છે. વેપાર સમજુતી તો થતાં થશે પણ પાકિસ્તાને શસ્ત્ર-સરંજામ વેચવા રશિયા આતુર છે.
રશિયાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ઈમરાન ખાનને પાકિસ્તાની લશ્કરી વડા તરીકે દર્શાવાયા !
રશિયા-પાકિસ્તાનની મિત્રતા કજોડું હોવાનો સંકેત જોકે મુલાકાતની કલાકોમાં જ મળ્યો હતો. વિદેશ મંત્રી પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાનને મળ્યા હતા. રશિયન વિદેશ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ઈમરાન ખાનને પાકિસ્તાનના વડા પ્રધાનને લશ્કરી વડા તરીકે રજૂ કરાયા હતા. આ ટ્વિટ કલાકો સુધી રહી હતી અને આખા જગતમાં હાંસીપાત્ર બની હતી.
રશિયા દાયકાઓથી ભારતનું મિત્ર રાષ્ટ્ર છે એટલે ભારતને વાંધો હોય એવા દેશોનો સામાન્ય રીતે શસ્ત્રો વેચતું નથી. શસ્ત્રો વેચે તો પણ સામાન્ય કે મામુલી હોય એવા જ વેચતું હોય છે. પરંતુ રશિયન વિદેશ મંત્રીએ પાકિસ્તાન સુધી ધક્કો ખાધો એ બન્ને દેશોની નિકટતા દર્શાવે છે. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાની નજદીક સરક્યું છે. રશિયાએ એ પસંદ નથી જ.
પાકિસ્તાન-ચીન-રશિયાની નવી ત્રિપુટી ભારત માટે ચિંતાનો વિષય
રશિયાના વિદેશ મંત્રી પાકિસ્તાન ઉતર્યા ત્યારે પોતાની છત્રી પોતે જ પકડી રાખી હતી. પાકિસ્તાનના નવાબજાદા વિદેશ મંત્રી કુરેશીની છત્રી તેના સહાયકે પકડી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ટીકા થઈ હતી.
રશિયાને અફઘાનિસ્તાનમાં પોતાનો પગદંડો મજબૂત કરવો છે. તેમાં સાથ આપી શકે એવો દેશ પડોશી પાકિસ્તાન જ છે. અમેરિકા ધીમે ધીમે અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરી રહ્યું છે. એ સ્થિતિનો લાભ લઈ રશિયા ફરીથી અફઘાનિસ્તાનમાં પોતાની પકડ જમાવવા ઈચ્છે છે. એક સમયે અફઘાનિસ્તાનમાં રશિયાનો દબદબો હતો. પાકિસ્તાન અને ચીનના સબંધો જગજાહેર છે. એ રીતે રશિયા સાથે પણ ચીનને સારાસારી છે. હવે જો પાકિસ્તાન સાથે રશિયાને સારા સંબંધો વિકસે તો પાકિસ્તાન-ચીન-રશિયાની નવી ત્રિપુટી ભારત માટે ચિંતાનો વિષય બની શકે.
રશિયાએ જોકે એ સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથે સબંધો બગડે એવું કોઈ પગલું ભરવાનો અમારો ઈરાદો નથી. દરમિયાન પાકિસ્તાની વિદેશ મંત્રી કુરેશીએ રશિયાને કાશ્મીરમાં ચાલી રહેલી સ્થિતિ અંગે પણ વાકેફ કર્યા હતા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31