Last Updated on April 7, 2021 by
ડાયાબિટીઝને સૌથી કોમન લાઇફ સ્ટાઇલ ડિઝીઝ ગણવામાં આવે છે. ડાયાબિટીઝથી પીડિત લોકોએ તેમની ડાયટ અને લાઇફસ્ટાઇલની વિશેષ કાળજી લેવી પડે છે. તેમને હંમેશાં એવી ચીજો ખાવાની સલાહ આપવામાં આવે છે, જેના દ્વારા તેમનું સુગર લેવલ નિયંત્રણમાં રહે. બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે ડાયબિટિઝથી પીડિત લોકોને ફાઈબર, પ્રોટીન અને હેલ્ધી ફેટવાળી અને હેલ્ધી ડાઇટ લેવી જોઈએ.
ડાયાબિટીઝ હોય તો ચોખાને ભૂલી જાઓ
કેટલાક લોકોની ડાયટ ચોખા વિના અધૂરી હોય છે. જો કે તમને ડાયાબિટીઝ છે, તો તમારે સફેદ ચોખા ખાવાનું ટાળવું જોઈએ. હકીકતમાં સફેદ ચોખામાં માઇક્રોન્યૂટ્રિઅન્ટ્સ, ફાઇબર અને પોલિફેનોલ્સ ખૂબ વધારે માત્રામાં હોય છે. એક રિસર્ચ મુજબ સફેદ ચોખાના વપરાશથી ડાયબિટીઝનું જોખમ 11 ટકા વધે છે. ડાયબિટીઝના દર્દીને સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઇસનું સેવન કરવું જોઇએ. બ્રાઉન રાઇસના સેવનથી ટાઇપ -2 ડાયાબિટીઝનું જોખમ ખૂબ જ ઘટી જાય છે.
સોડા ડ્રિન્કની સમાન નુકશાનકારક હોય છે સફેદ ચોખા
સફેદ ચોખા ડાયબિટીઝના દર્દીઓ માટે સોડા ડ્રિન્કની સમાન નુકશાનકારક હોઇ શકે છે. જે લોકો દરરોજ સફેદ ચોખાનું સેવન કરે છે, તેમનામાં ડાયાબિટીઝનું જોખમ વધારે હોય છે. સફેદ ચોખામાં મોટા પ્રમાણમાં સ્ટાર્ચ જોવા મળે છે, જેના કારણે બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધવાનું શરૂ કરે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે સફેદ ચોખા ખૂબ જોખમી સાબિત થઈ શકે છે.
દરરોજ સફેદ ચોખા ખાવાનું ટાળો
હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થે 20 વર્ષ સુધી એક રિસર્ચ કર્યો. તેમાં જાણવા મળ્યું હતું કે રોજ ચોખા ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીઝનું જોખમ વધી શકે છે. જો ડાયાબિટીઝના દર્દીઓ દરરોજ ચોખાનું સેવન કરે છે, તો ખાધા પછી ગ્લુકોઝનું સ્તર ઝડપથી વધી જાય છે. આવી સ્થિતિમાં શરીર ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરે છે. ચોખા ખાનારાઓમાં ડાયબિટીઝનું જોખમ 11% સુધી વધી શકે છે.
આ ચોખા ફાયદાકારક છે
સફેદ ચોખાને ચળકતા બનાવવા માટે તેને પોલિશિંગ કરવામાં આવે છે. તેનાથી તેમાં રહેલા વિટામિન બી જેવા ઘણાં પોષક તત્વોનો નાશ થાય છે. જો તમને ચોખા ખૂબ પસંદ છે, તો તમે બ્રાઉન રાઇસ, વાઇલ્ડ રાઇસ, જાસ્મિન રાઇસ અને બાસમતી રાઇસ પર પસંદગી ઉતારી શકો છો.