GSTV
Gujarat Government Advertisement

હવે AC અને LED મામલે ભારત બનશે આત્મનિર્ભર, કેન્દ્ર સરકારે આ યોજનાને આપી મંજૂરી

Last Updated on April 7, 2021 by

કેન્દ્રીય કેબિનેટે બુધવારે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે બે ક્ષેત્રોમાં ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. તેમાં પ્રથમ સોલર પેનલ અને બીજા નંબરે છે વ્હાઇટ ગુડ્સ (એસી અને એલઈડી લાઇટ્સ). સાથે જ કેન્દ્રીય કેબિનેટે એક એમઓયૂને પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફ્રન્સ કરી આ જાણકારી આપી છે. ગોયલે જણાવ્યું કે કેબિનેટે એસી અને એલઈડી ઉપકરણોના ઉત્પાદન માટે 6,238 કરોડ રૂપિયાની પીએલઆઈ સ્કીમને મંજૂરી આપી છે. આ રકમ 5 વર્ષોમાં આપવામાં આવશે.

આ યોજના મેન્યૂફેક્ચરિંગ સેક્ટરને ખૂબ જ આગળ લઇ જશે

ગોયલે જણાવ્યું કે તેમાં 5-6 ટકા ઇન્સેન્ટિવ મળશે. તેમણે જણાવ્યું કે મોટાભાગના ઉપકરણ એમએસએમઈ (MSME) બનાવે છે. આવી સ્થિતિમાં MSMEને લાભ થશે અને મોટા સ્તરે રોજગારનું સર્જન થશે. તેમણે જણાવ્યું કે આ યોજના દ્વારા ભારતને એસી અને એલઈડી ઉપકરણોના નિર્માણમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે. આ પીએલઆઈ સ્કીમ ભારતના મેન્યૂફેક્ચરિંગ સેક્ટરને ખૂબ જ આગળ લઇને જશે.

બીજી પીએલઆઈ યોજના હાઈ એફિશિઅન્સી સોલર પીવી મોડ્યૂલ્ય માટે છે. ગોયલે જણાવ્યું કે હાઈ એફિસિઅન્સી સોલર પીવી મોડ્યૂલ્સ દ્વારા અંદાજે 10 હજાર મેગાવોટની એડિશનલ મેન્યૂફેક્ચરિંગ કેપેસિટીનું ભારતમાં નિર્માણ થશે. જેમાં 4.5 હજાર કરોડ રૂપિયાનું PLI અપાશે.

વિદેશી કંપનીઓ પ્રોત્સાહિત થશે

ગોયલે જણાવ્યું કે તેનાથી વિદેશી કંપનીઓ પણ ભારતમાં આવવા માટે પ્રોત્સાહિત થશે અને ભારત સોલર ઉપકરણના નિર્માણમાં આત્મનિર્ભર બનશે. સાથે જ વીજળીના ભાવમાં પણ ઘટાડો થશે. ગોયલે જણાવ્યું કે આ યોજના દ્વારા 30 હજાર લોકોને પ્રત્યક્ષ અને 1.10 લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે રોજગાર મળશે.

ગોયલે જણાવ્યું કે એલઈડી લાઇટિંગમાં આજે ભારત વિશ્વ લિડર છે. ઉજાલા યોજના દ્વારા એલઈડીના ભાવમાં 85 ટકા સુધીનો ઘટાડો થયો છે. હવે અંદાજે તમામ જગ્યાએ એલઈડી લગાવવામાં આવી રહી છે, જેથી વીજળીના બિલ ઓછા થયા અને તેનાથી કાર્બન ઉત્સર્જન પણ ઓછું થયું.

એક કરોડ લોકોને મળશે રોજગાર

ગોયલે જણાવ્યું કે આત્મનિર્ભર ભારત માટે પીએલઆઈ યોજના એક કેન્દ્રીય બિંદૂ છે. ભારતે 13 સેક્ટરની પંસદગી કરી, જે ગ્લોબલ સપ્લાય ચેનમાં પોતાનો યોગદાન આપી શકે છે. આટલી મોટી યોજના કદાચ પ્રથમ વખત લાવવામાં આવી છે. તેનાથી ઓછામાં ઓછા 1 કરોડ લોકોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે કામ કરવાની તક મળશે. તેનાથી ભારતના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને મોટો વેગ મળશે. ભારતે ગત 5 વર્ષમાં 2 ટ્રિલિયન ડોલર અથવા 1.5 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં કર્યું છે. 13 સેક્ટરમાં પીએલઆઈ સ્કીમ 35 લાખ કરોડ રૂપિયાના વધારાના ઉત્પાદનને પ્રોત્સાહિત કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો