Last Updated on April 7, 2021 by
સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એ તો આપણે સૌ કોઇ જાણીએ છીએ. સવારે એકથી બે ગ્લાસ પાણી પીવાથી તમારા શરીરની અંદરની સફાઇ થઇ જાય છે અને આખી રાતના આરામ બાદ તમામ અંગ પણ ફરીથી કામ કરવા માટે એક્ટિવ થઇ જાય છે. પરંતુ જો તમે સવારે ખાલી પેટ પાણી સાથે લસણની 2 કળીઓ પણ ખાઓ છો તો તેનાથી તમને વધારે ફાયદો થઇ શકે છે. લસણ માત્ર એક શાકભાજી જ નહીં પરંતુ એક પ્રકારની ઔષધિ પણ છે કે જે અનેક બીમારીઓથી તમને બચાવવામાં મદદ કરી શકે છે.
ગરમ પાણીની સાથે લસણ ખાવાના ફાયદા
- બીપી કંટ્રોલ : દરરોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણીની સાથે લસણની 2 કળીઓ (Raw Garlic) ખાવાથી હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલ (Blood Pressure) કરવામાં મદદ મળે છે. લસણમાં લોહીને પાતળું કરવાનો ગુણ હોય છે કે, જેની મદદથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
- પેટની બીમારીઓ થશે દૂર : જો તમારે પેટ સાથે જોડાયેલી બીમારીઓ જેવી કે, કબજિયાત અથવા તો ડાયરિયાની સમસ્યા રહે છે કે, જે નિયમિત રૂપથી ગરમ પાણીની સાથે કાચા લસણની 2 કળીઓ ખાવાનું શરૂ કરી દો. એનાથી શરીર ડિટોક્સ હોય છે અને પાચન પણ ઉત્તમ રીતે થાય છે.
- સુગર રહેશે કંટ્રોલમાં : જો તમે ડાયાબિટીઝના દર્દી છો તો એક શોધમાં એ વાત પણ સામે આવી છે કે, ટાઇપ 2 ડાયાબિટીઝના દર્દીઓ માટે લસણ દવા સમાન છે. એવામાં દરરોજ સવારે લસણની 2 કળીઓ ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
- ઇન્ફેક્શનથી બચવામાં થશે મદદગાર : લસણને પ્રાકૃતિક રૂપથી એન્ટીબાયોટિક માનવામાં આવે છે અને જો નિયમિત રૂપથી ખાલી પેટ ગરમ પાણીની સાથે લસણનું સેવન કરવામાં આવશે તો આ એક પ્રકારના ઇન્ફેક્શનથી શરીરને બચાવવામાં મદદગાર સાબિત થઇ શકે છે. લસણ ખાવાથી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ બને છે.
- કોલેસ્ટ્રોલ ઓછું કરે છે : લસણમાં એલીસિન અને સલ્ફર હોય છે કે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. એલીસિનના કારણે જ લસણમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઓક્સિડેંટ ગુણ હોય છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31