Last Updated on April 7, 2021 by
કોરોના મહામારી ઝડપથી વધી રહી છે. તેના આંકડામાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. એવામાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, સાથે જ ઇમ્યુનિટી એટલે રોગપ્રતિકારક શક્તિ વધારવાની પણ ખૂબ જ જરૂર છે. જ્યારે ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ થશે, તો માત્ર કોરોના વાઇરસ જ નહીં પરંતુ અનેક બિમારી અને વાયરલ ઇન્ફેક્શનથી પણ બચી શકાશે. આયુર્વેદમાં પણ રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત કરવાના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
ઇમ્યુનિટી મજબૂત કરવાના ઉપાય કિચનમાં છે ઉપલબ્ધ
અમે તમને કિચનમાં ઉપલબ્ધ મસાલા અને બીજી વસ્તુની મદદથી સહેલાઇથી ઘરે જ તૈયાર થતા એ ડ્રિંક્સ વિશે કહી રહ્યા છે, જેને પીધા પછી નેચરલ રીતે તમારી ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ થશે.
પાલક અને ટામેટાનો જ્યૂસ
કેલ્શિયમ, વિટામિન સી અને આયરનથી ભરપૂર પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે વિટામિન સી, લાઇકોપીન અને પોટેશિયમ યુક્ત ટમાટર પણ સૌથી હેલ્ધી શાકભાજીમાંની એક છે. એવામાં તમે અડધા કપ ટમાટરના જ્યૂસમાં અડધો કપ પાલકનો જ્યૂસ મિક્ષ કરી થોડો આદુ નાંખી પણ તેનું સેવન કરી શકાય છે. આ ડ્રિંકની મદદથી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ થશે અને તમે દરેક પ્રકારના ચેપથી બચશો.
હળદળવાળુ દૂધ
છેલ્લા એક વર્ષથી કોરોનાએ સપાટો બોલાવ્યો છે. એવામાં તમે હળદળવાળા દૂધથી મિત્રતા કરી લીધી હશે જ. જો નથી કરી તો હવે કરી લો. એન્ટિસેપ્ટિક અને એન્ટીબાયોટિક ગુણોથી ભરપૂર હળદળવાળું દૂધ શરીરની ઇમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક તરીકે હળદળવાળું દૂધ સૌથી સારો છે.
દહીં અથવા છાશ
ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. એવામાં શરીરને અંદરથી ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે. એવામાં રોજ 1 વાટકી દહીં અથવા 1 ગ્લાસ છાશ પી તમે રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત કરી શકો છો. ઉનાળામાં દહીં અને છાશ તમારા શરીરને ઠંડુ રાખશે.
બીટ અને ગાજરનો જ્યૂસ
બીટ અને ગાજરમાં લ્યૂટિન, બીટા-કૈરોટીન અને અલ્ફા જેવા પોષક તત્વો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એવામાં બીટ અને ગાજરને મિક્ષ કરી જ્યૂસ બનાવી તેનું સેવન કરો. આ ડ્રિંક ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાની સાથે જ શરીરમાં હાજર વિષયુક્ત પદાર્થોને પણ બહાર કાઢે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31