GSTV
Gujarat Government Advertisement

અતિ અગત્યનું/ શું તમારું ઇમેઇલ એકાઉન્ટ હેક થઈ ગયું છે? ફક્ત આ બે સરળ સ્ટેપ્સમાં મેળવો આ જાણકારી

Last Updated on April 7, 2021 by

શું તમને પણ એમ લાગે છે કે તમારું ઇમેઇલ એકાઉન્ટ હેક થઈ ગયું છે? જો તમને આ વિશે કોઈ શંકા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એવી એક પદ્ધતિ જણાવી રહ્યા છીએ, જેની મદદથી એક ચપટીમાં હેકિંગ શોધી શકાય છે.

ફેસબુકમાંથી ડેટા લીક થયો

કેટલાક તાજેતરના અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પરથી કરોડો વપરાશકર્તાઓનો ડેટા લીક થયો છે. મળતી માહિતી મુજબ ભારતના 60 લાખથી વધુ વપરાશકારોના ડેટા લીક થયા છે.

ભારતીય પેમેન્ટ એપ્લિકેશનમાંથી પણ લોકોનો ડેટા લીક થઈ ગયો છે

કેટલાક યુઝર્સનો ડેટા પેમેન્ટ એપ્લિકેશન મોબીક્વિકથી પણ લીક થઈ ગયો છે. આ મામલે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) એ પણ તપાસના આદેશ આપ્યા છે.

આવી રીતે હેકિંગ ચેક કરો

જો તમને લાગે કે તમારું ઇમેઇલ એકાઉન્ટ પણ હેક થઈ ગયું છે, તો પછી તમે haveibeenpwned.com પર જઈને તપાસી શકો છો.

તમારું ઇમેઇલ એકાઉન્ટ દાખલ કરો

માહિતી અનુસાર, તમે haveibeenpwned.com પર તમારું ઇમેઇલ આઈડી દાખલ કરીને હેકિંગ વિશે શોધી શકો છો. જો સિગલાન ગ્રીન આવે છે તો તમે સુરક્ષિત છો. પરંતુ જો માહિતી બ્રાઉન કલરમાં જોવા મળે છે, તો પછી સમજો કે તમારું એકાઉન્ટ હેક થઈ ગયું છે.

તરત જ તમારો પાસવર્ડ બદલો

જો સિસ્ટમમાં તમને હેકિંગનું જોખમ દેખાય છે, તો તરત જ તમારા ઇમેઇલ એકાઉન્ટનો પાસવર્ડ બદલો. તમારો પાસવર્ડ મજબૂત રાખો જેથી તે હેક થવાથી સુરક્ષિત રહી શકે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો