GSTV
Gujarat Government Advertisement

કિમ કર્દાશિયાની ફોર્બ્સની અબજપતિની યાદીમાં એન્ટ્રી, જાણો કેવી રીતે કમાય છે કરોડો રૂપિયા

Last Updated on April 7, 2021 by

હોલિવૂડ મોડલ અને એક્ટ્રેસ કિમ કર્દાશિયા ટોપ અબજપતિની યાદીમાં સામેલ થઇ ગઇ છે. હકીકતમાં ફોર્બ્સ મેગેઝિને વિશ્વના ટોપ અબજપતિની યાદી જાહેર કરી છે, જેમાં કિમ કર્દાશિયાનું નામ પણ છે. ફોર્બ્સ મુજબ કિમ 1 બિલિયન ડોલર એટલે 100 કરોડ ડોલરની સંપત્તિ ધરાવે છે. ગત એક વર્ષમાં કિમની સંપત્તિમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 2019માં તેની સંપત્તિ 780 મિલિયન ડોલર હતી.

કિમની આ કમાણી તેના બંને બિઝનેસ KKW Beauty અને Skims, કીપિંગ અપ વિથ કર્દાશિયા, રિયલ એસ્ટેટ અને અનેક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ડીલ્સ દ્વારા થઈ છે. ઉલ્લેખનીય છે કે SKIMS કિમે 2019માં લોન્ચ કરી હતી. આ પ્રોડક્ટ દ્વારા કિમની સારી કમાણી થાય છે.

ઉલ્લેખનીય છે કે કિમ તેની પ્રોફેશનલ લાઇફ સિવાય તેની પર્સનલ લાઇફને લઇને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં કાન્યે સાથે તેનો તલાકનો કેસ ચાલી રહ્યો છે.

ઘરને ડેકોરેટ કરી રહી છે કર્દાશિયા

અહેવાલ મુજબ બંને કોઇ ત્રીજી પાર્ટી દ્વારા કોન્ટેક્ટ કરી રહ્યા છે. કિમ તલાકની અરજી કર્યા પછી ઘરની ફરીથી ડેકોરેટ કરી રહી છે. બંને કાયદાકિય રીતે બાળકોની સારસંભાળ લેશે.

અહેવાલ મુજબ કિમ અને કાન્યે ઘણાં સમય પહેલા જ તલાકનો નિર્ણય લઇ ચુક્યા હતા. કિમની તલાક અરજી પહેલા જ કાન્યેએ નવો નંબર લીધો હતો અને કહ્યું હતુ કે તે તેના સિક્યોરિટી દ્વારા તેની સાથે સંપર્ક કરી શકે છે.

બાળકોની આવી રીતે થઇ રહી છે દેખભાળ

બાળકોને લઇ બંનેએ પ્લાન બનાવ્યો છે કે જ્યારે કાન્યે ઘરે આવશે, ત્યારે કિમ ઘરેથી બહાર જતી રહશે અને પછી તે ટાઇમ સ્પેન્ડ કરે છે. કિમના ઘરે ઘણી બધી નૈની છે, તેથી બાળકોની સંભાળ રાખવામાં તેને કોઈ મુશ્કેલી નથી પડતી.

પતિથી અલગ થવા પર ખૂબ રડી હતી કિમ

થોડા સમય પહેલા કિમની ફેમિલી લાઇફ પર આધારિત શો ‘કીપિંગ અપ વિથ ધ કાર્દિશન’નું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં કિમ અને કાન્યેના તલાકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં કિમ ખૂબ જ રડી રહી છે.

એક સીનમાં કિમ કહે છે કે, મને લાગે છે કે હું એક પરાજિત વ્યક્તિની જેમ છું. આ વાત કિમ ટ્રેલરમાં રડતા તેની નાની બહેન કેન્ડલા જેનરને કહે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો