Last Updated on April 7, 2021 by
તમારું આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે કે જેની જરૂરિયાત તમારે અંદાજે દરેક કામ માટે પડે છે. એટલાં માટે તમારે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ તમામ નાની-મોટી જાણકારી રાખવી જોઇએ, શું ખબર કે ક્યારે શું જરૂર પડી જાય. બેંકમાં ખાતું ખોલવાથી લઇને હવે વેક્સિનેશન સુધીના તમામ કાર્યો માટે આધાર કાર્ડની જરૂરિયાત હોય છે.
ચહેરાથી કરી શકાશે આધાર કાર્ડ ડાઉનલોડ
- સામાન્ય રીતે અનેક ઓનલાઇન કામો માટે આપણે ‘authentication’ માટે આધાર નંબરની જરૂરિયાત હોય છે, આપણે ઇ-આધાર દ્વારા આને બિલકુલ સરળતાથી કરી લઇએ છીએ. ઇ-આધારને ડાઉનલોડ
- કરવા માટે આપણે આધાર નંબર અને એનરોલમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે UIDAI એ આધાર કાર્ડધારકો માટે એક નવો ઉપયોગ નીકાળ્યો છે, તમે તમારા ચહેરાના આધારે ઇ-આધાર કાર્ડને ડાઉનલોડ
- કરી શકો છો. એ માટે તમારે આધાર સેન્ટર જવાની જરૂરિયાત નથી, પરંતુ ઘરે બેઠા જ તમારા લેપટોપથી પણ આ કામ કરી શકો છો.
- ફેસ ઓથેંટિકેશન ટૂલની મદદથી આ રીતે ડાઉનલોડ કરો આધાર કાર્ડ
- સૌપ્રથમ તમારે ગૂગલમાં UIDAI સર્ચ કરવાનું છે. તે બાદ સૌથી પહેલા ઓપ્શન પર તમને વેબસાઇટ uidai.gov.in નજરે આવશે. તેના પર ક્લિક કરો.
- આટલુ કર્યા પછી નવુ પેજ ઓપન થશે જેમાં તમને તમામ ઓપ્શન નજરે આવશે. તમે નીચે પેજ પર જોશો તો તમને ઓપ્શન મળશે Get Aadhaar card અને Update aadhaar card.
- Get Aadhaar Cardના ઓપ્શન પર તમને વધુ એક ઓપ્શન જોવા મળશે અને તે છે Download Aadhaar Card. આ ઓપ્શન પર ક્લિક કરો.
- તે બાદ એક નવુ પેજ ખુલશે. આ પેજ પર તમને આધાર કાર્ડના ઓપ્શન નીચે ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication)નો ઓપ્શન જોવા મળશે.
- ફેસ ઓથેન્ટિકેશન પર ક્લિક કરતા પહેલા તમારે તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા નાંખવાનો છે. તે બાદ Face Authentication પર ક્લિક કરો.
- ક્લિક કરતાં જ એક ઇંસ્ટ્રક્શન પેજ નજરે આવશે. જેમાં તમારે તે ધ્યાન રાખવાનું છે કે તમારે તમારા ફોટાની જેમ જ Face Authentication સામે ક્લિક કરવાનું છે. તે બાદ OK પર ક્લિક કરો.
- આ સાથે જ તમારો કેમેરા ઓપન થઇ જશે.
- લાઇટનું ધ્યાન રાખતા કેમેરા સામે તમારા ચહેરાને લાવો અને વેબસાઇટ તેની જાતે જ ફોટો ક્લિક કરી લેશે.
- ફોટો ક્લિક થતાં જ તમારુ આધાર ડાઉનલોડ થઇ જશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31