Last Updated on April 7, 2021 by
કોરોના મહામારીના આ સમયગાળામાં લોકો મોબાઇલ, ઇન્ટરનેટ, લેપટોપ વગેરે પર વધારે સમય આપી રહ્યા છે. સ્માર્ટફોનમાં તો આખી દુનિયા જાણે આંગણીના ટેરવે આવી ગઇ છે. મોબાઇલ અને ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી ઝડપથી ફેલાઇ રહી છે. માહિતી સાચી હોય તો સારી વાત છે, પરંતુ જો એ જ માહિતી ખોટી હોય તો મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે.
ખોટી માહિતી અથવા કોઈ અફવા જો ઝડપથી લોકો વચ્ચે ફેલાઇ જાય તો તેનો સામનો કરવો અને લોકો સુધી સાચી જાણકારી પહોંચાડવી સરકાર માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થાય છે. ત્યારે નોટબંધી સંબંધિત માહિતી હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.
ફોરવર્ડ મેસેજ મુજબ નોટબંધી દરમિયાન પ્રતિબંધિત 500-1000 રૂપિયાની જૂની નોટ બદલવાની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. જોકે આ સુવિધા વિદેશી સહેલાણી જેવા ખાસ લોકો માટે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ માહિતી દેશની કેન્દ્રીય બેંક આરબીઆઈ એટલે ભારતીય રિઝર્વ બેંકના લેટરહેડ પર ટાઇપિંગ કરેલી છે.
વાયરલ થઇ રહેલા લેટરમાં શું છે?
સોશિયલ મીડિયા પર એક લેટર વાઇરલ થઇ રહ્યો છે. RBIના તથાકથિત લેટરહેડ પર પ્રકાશિત માહિતી મુજબ વર્ષ 2016માં થયેલી નોટબંધી દરમિયાન બંધ થયેલી કરન્સી નોટને બદલવા માટે સરકાર તરફથી વધુ એક તક આપવામાં આવી રહી છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે નોટબંધીમાં બંધ થયેલી જૂની નોટોને બદલવાની સમયમર્યા વધારી દેવામાં આવી છે.
આ સુવિધા વિદેશી સહેલાણીઓ માટે છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2016માં થયેલી નોટબંધીમાં જૂના 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં 500ની નવી નોટ બહાર પાડવામાં આવી, જ્યારે 1000 રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવી.
વાયરલ મેસેજની હકીકત
વર્ષ 2016માં 8 નવેમ્બરના રોજ રાત્રે 8 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા દેશને સંબોધિત કરતા નોટબંધીની જાહેરાત કરી હતી. નોટબંધની જાહેરાત કરતા તેમણે 500 અને 1000ની જૂની નોટ બંધ કરવાની વાત કહી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી લોકોને નોટ બદલવાની તક આપવામાં આવી હતી. પરંતુ તેની સમયમર્યાદા ક્યારની પૂરી થઇ ગઇ છે.
RBIની વેબસાઇટ પર શોધખોળ કર્યા પછી નોટ બદલવાની સમયમર્યાદા વધારવા અંગે કોઈ નોટિફિકેશન, ગાઇડલાઇન અથવા આદેશ-નિર્દેશ નથી મળ્યા. જે પ્રકારનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, તેવો કોઈ લેટર વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
વાયરલ થઇ રહેલા મેસેજને PIBFactCheckએ પણ ફગાવી દીધા છે. તેથી સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજમાં જરાય સચ્ચાઇ નથી. અહીં સોશિયલ મીડિયા યુઝરને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના મેસેજ જો તમને પણ મળ્યો હોય તો તેને વાયરલ ના કરો. .
તમારી પાસે જ પણ મેસેજ આવે છે પહેલા તેની ખરાઇ કરો પછી જ તેને આગળ મોકલો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31