Last Updated on April 7, 2021 by
મોદી સરકાર હવે લશ્કરી સૈનિકોની સંખ્યામાં પણ કાપ મૂકવાની છે. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે જ આ માહિતી સંસદની સ્ટેન્ડિંગ કમિટીને આપેલી છે. જનરલ રાવતે આપેલી માહિતી પ્રમાણે આગામી ૩-૪ વર્ષમાં લશ્કર એક લાખ સૈનિકો ઓછા કરશે.
જનરલ રાવતે દાવો કર્યો છે કે, મોદી સરકાર ૧ લાખ સૈનિકોનો ઘટાડો કરશે તેના કારણે જે પણ રકમ બચશે તેનો ઉપયોગ લશ્કર માટેની ટેકનોલોજી માટે કરાશે. જો કે સરકારનાં સૂત્રોનું કહેવું છે કે, આર્થિક રીતે સંકટમાં મૂકાયેલી મોદી સરકાર કરકસરનાં પગલાંના ભાગરૂપે આ નિર્ણય લઈ રહી છે.
આ અંગે પહેલાં પણ વિચારણા થઈ હતી પણ કોઈ સરકારે આ નિર્ણય નહોતો લીધો. જનરલ વી. પી. મલિક આર્મી ચીફ હતા ત્યારે તેમણે પચાસ હજાર સૈનિકો ઘટાડવાની ભલામણ કરી હતી પણ તેનો અમલ નહોતો થયો. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ચીન આપણી જમીન પચાવી પાડવા સતત પ્રયત્નો કરે છે એ જોતાં મોદી સરકારનો નિર્ણય જોખમી સાબિત થઈ શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31