GSTV
Gujarat Government Advertisement

RTGS અને NEFT માટે નહીં પડે બેંકની જરૂર! મોબાઇલ વૉલેટ જ બની જશે ATM, RBIએ લીધું આ મોટુ પગલું

rtgs

Last Updated on April 7, 2021 by

RBI Monetary Policy: હવે તમારે RTGS અને NEFT કરવા માટે બેંક પર નિર્ભર રહેવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)એ RTGS અને NEFTનો દાયરો બેંકોથી આગળ વધારી દીધો છે. મૉનિટરી પોલીસીનું એલાન કરતાં રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંત દાસે એલાન કર્યુ કે આ સુવિધા હવે નૉન બેંકિંગ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ પણ આપી શકશે.

RTGS, NEFTનો દાયરો વધ્યો

RTGS અને NEFT એક Centralised Payment Systems છે, જેને રિઝર્વ બેંક ઓપરેટ કરે છે. હવે આ જ CPSનો હિસ્સો નૉન બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ જેવા કે Prepaid Payment Instrument(PPI) જારી કરનાર, કાર્ડ નેટવર્ક્સ, વ્હાઇટ લેબલ ATM ઓપરેટર્સ અને ટ્રેડ રિસીવેબલ ડિસ્કાઉંટિંગ સિસ્ટમ હશે. આ તમામ હવે સીધા જ CPSની મેંબરશીપ લઇ શકે છે.

rtgs

બેંક વિના પણ કરી શકશો RTGS, NEFT

RBIનું કહેવુ કે આ સુવિધાથી નાણાકીય સિસ્ટમમાં સેટલમેંટ રિસ્કને ઓછુ કરવામાં મદદ મળશે અને ડિજિટલ નાણાકય સેવાઓની પહોંચ તમામ યુઝર્સ સુધી વધશે. નૉન બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સનો અર્થ થયો MobiKwik, PayU, Ola Pay, Amazon Pay વગેરે. એટલે કે જો તમારી પાસે મોબાઇલ વૉલેટ છે તો તમે RTGS અને NEFT દ્વારા કોઇને પણ પૈસા મોકલી શકો છો.

એક વૉલેટથી બીજા વૉલેટમાં 2 લાખ રૂપિયા મોકલી શકશો

આ ઉપરાંત રિઝર્વ બેંકે એક તરફ મોટી રાહત આપી છે. Prepaid Payment Instruments (PPIs) એટલે કે મોબાઇલ વૉલેટ ઇંટરઓપરેબિલિટી દ્વારા હવે 2 લાખ રૂપિયા સુધી પૈસા મોકલી શકાશે. એટલે કે જો તમારી પાસે Ola Pay છે, તમે અન્યના વૉલેટમાં પૈસા મોકલી રહ્યા છો જે કોઇ અન્ય વૉલેટનો ઉપયોગ કરે છે તો તેની લિમિટ હવે 2 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. પહેલા આ લિમિટ 1 લાખ રૂપિયા હતી. જો કે તેના માટે ફુલ KYC ફરજિયાત છે.

rtgs

મોબાઇલ વૉલેટ બની જશે ATM

હાલ બેંકો તરફથી જારી ફુલ KYC PPIથી કેશ ઉપાડ કરી શકાય છે. હવે રિઝર્વ બેંકે તમામ PPIs માટે કેશ ઉપાડના દરવાજા ખોલી દીધા છે. હવે રિઝર્વ બેંકે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે નૉન બેંક PPIs ઇશ્યુઅરના ફુલ KYC PPIsથી કેશ ઉપાડી શકાય છે. એટલે કે તમારુ મોબાઇલ વૉલેટ હવે ATMની જેમ કામ કરશે કારણ કે તેનાથી પૈસા ઉપાડી શકાશે, મોકલી શકાશે. અત્યાર સુધી તેનાથી ફક્ત પેમેન્ટ કરી શકાતુ હતુ અથવા તો ટ્રાન્સફર કરી શકાતુ હતુ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો