GSTV
Gujarat Government Advertisement

મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિનો તાજ જૈક મા પાસેથી છીનવી લીધો, અદાણીને તો લોટરી લાગી

Last Updated on April 7, 2021 by

વિશ્વમાં સૌથી વધારે અબજોપતિઓની સંખ્યા મામલે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. એટલું જ નહીં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિનો તાજ ચીનના જૈક મા પાસેથી છીનવી લીધો છે. જેફ બેજોસ સતત ચોથા વર્ષે પણ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

ફોર્બ્સ મેગેઝીનની નવી યાદીમાં આ વિગતો સામે આવી છે. હવે વિશ્વમાં ભારત કરતા વધારે અબજોપતિઓ ફક્ત અમેરિકા અને ચીનમાં છે. ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 140 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 1 વર્ષ પહેલા અલી બાબાના ફાઉન્ડર જૈક મા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ હતા.

મુકેશ અંબાણી

અદાણી બન્યા બીજા નંબરના ધનવાન

ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના 10મા નંબરના ધનવાન વ્યક્તિ છે. તેમની કુલ નેટવર્થ 84.5 અબજ ડોલર છે. અદાણી સમૂહના ગૌતમ અદાણી ભારતના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ અને વિશ્વના 24 નંબરના અબજોપતિ બની ગયા છે. તેમની નેટવર્થ આશરે 50.5 અબજ ડોલર છે.

બેજોસ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ

ફોર્બ્સની 35મી વાર્ષિક અબજોપતિઓની યાદી પ્રમાણે એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસ હજુ પણ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે. તેઓ સતત ચોથા વર્ષે પણ ટોચ પર છે અને તેમની કુલ નેટવર્થ 177 અબજ ડોલર છે. તેમાં એક વર્ષ પહેલાની સરખામણીએ 64 અબજ ડોલરનો વધારો થયો છે. બીજા ક્રમે સ્પેસ એક્સના ફાઉન્ડર અને ઈલેક્ટ્રિક કાર માટે પ્રખ્યાત એલન મસ્કનું નામ આવે છે. તેમની નેટવર્થ વધીને 151 અબજ ડોલર થઈ ગઈ છે. એક વર્ષ પહેલાની સરખામણીએ તેમાં 126.4 અબજ ડોલરનો જોરદાર વધારો થયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો