Last Updated on April 7, 2021 by
કોરોના અટકાવવા રસીકરણ જરૂરી છે. એક તરફ સરકાર રસીકરણ માટે લોકોને જાગૃત કરી રહી છે, તો ગુજરાતના રાજકોટમાં કોરોના રસી લગાવવા લોકોને લોકોને આકર્ષક ભેટો આપવામાં આવી રહી છે. આ માટે રાજકોટના ઝવેરી સમાજ આગળ આવ્યો છે. કોરોના રસી લેનાર પુરુષોને હેન્ડ બ્લેન્ડર અને મહિલાઓને ગોલ્ડ નોઝ પિન આપવામાં આવી રહી છે.
મહિલાઓને સાનોની નોઝ પિન, પુરૂષોને હેંડ બ્લેંડર
અત્યાર સુધીમાં કુલ 751 મહિલાઓને 580 પુરુષોને નોઝ પિન અને હેન્ડ બ્લેન્ડર આપવામાં આવ્યા છે. શહેરના સોનીબજાર કિશોરસિંહજી પ્રાથમિક શાળામાં સ્થાપિત રસીકરણ શિબિરમાં ઝવેરી સમુદાય દ્વારા લોકોને આ ભેટોનું વિતરણ કરાયું હતું. આની પાછળના સમુદાયનો હેતુ વધુને વધુ લોકોને કોરોના રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
રસી લગાવતા હોય તેવો ફોટો શેર કરો, કેન્દ્ર સરકાર આપશે 5 હજાર રૂપિયા
કેન્દ્ર સરકારે રસીકરણને લગતી એક કોન્ટેસ્ટ શરૂ કરી છે, જેના દ્વારા રસી લેનાર લોકોને 5000 રૂપિયા ઇનામ આપવામાં આવી રહ્યું છે. લોકો અથવા તેમના કુટુંબીઓ આ કોન્ટેસ્ટમાં રસી લેનારા લોકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. એન્ટ્રી ઓનલાઇન દ્વારા મોકલવાની રહેશે અને જો તમારી એન્ટ્રી પસંદ કરવામાં આવે તો તમને 5000 રૂપિયા આપવામાં આવશે.
જો તમે કોન્ટેસ્ટમાં ભાગ લેવા માંગો છો તો તમારે તમારી અથવા પરીવારના કોઈપણ સભ્યની વેક્સિન લગાવતા હોય તેવી ફોટો શેર કરવી પડશે. ફોટો સાથે તમારે એક ટેગલાઈન પણ આપવી પડશે, જેનાથી ખ્યાલ આવે કે વેક્સિનનું શું મહત્વ છે. કોન્ટોસ્ટમાં ભાગ લેવા માટે તમારે Mygov વેબસાઈટ દ્વારા કોન્ટોસ્ટમાં ભાગ લેવો પડશે. કોન્ટોસ્ટમાં 31 ડિસેમ્બર 2021 સુધી અપ્લાઈ કરી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31