GSTV
Gujarat Government Advertisement

શુ તમે જાણો છો વિરાટ કોહલીના ઘર અને ઘડીયાળની કીંમત ?

Last Updated on April 6, 2021 by

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નામ દૂનિયાના સૌથી મોંઘા ખિલાડીઓમાં વિરાટના નામની પસંદગી કરવામાં આવે છે. વિરાટ કોહલી વિશ્વનો શ્રેષ્ઠ અને સૌથી અમીર ક્રિકેટરોમાં નામના ધરાવે છે. ફોર્બસની એક યાદી પ્રમાણે વિરાટ કોહલીની એક વર્ષની કમાણી 195 કરોડની માનવામાં આવે છે. વિરાટ કોહલી જે ઘડીયાળ પહેરે છે. તેની કીંમત 70 લાખ રૂપિયા છે.

વિરાટ કોહલી પાસે ઘડીયાળ અને કપડાનું કલેક્શન પણ મોટું માનવામાં આવે છે. વિરાટ કોહલીની ઘડીયાળમાં જબરજસ્ત ફીચર્સ પણ રાખવામાં આવ્યા છે. તેમજ આ ઘડીયાળમાં સોનું, અને ડાયમંડનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલી સ્ટાઈલિશ અને મોંઘી ઘડિયાળ પહેરવાનો શોખીન છે. સાથે વિરાટ કોહલી પાસે અલગ-અલગ પ્રકારની હજારની સંખ્યામાં ઘડિયાળનું કલેક્શન છે.

તમને જાણીને નવાઈ લાગશે કે વિરાટ કોહલી જે કંપનીનું પાણી પીવે છે. તે કંપનીના પાણીના એક લીટરના ભાવ 600 રૂપિયા છે. વિરાટ કોહલી એવિયન નામની કંપનીનું પાણી પીવે છે. જેની કીંમત પ્રતિ લીટરે 600ની છે. આ ઉપરાંત વિરાટ કોહલી પાસે હરિયાણાના ગુરૂગ્રામમાં એક શાનદાર મકાન પણ છે. તેની કીંમત 80 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. જેમાં જોરદાર જિમ અને સ્વિમિંગપૂલ તેમજ સારી એવી સજાવટ પણ કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો