Last Updated on April 6, 2021 by
ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2020-21 માટે કરદાતાઓને ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ-1 અને 4 (ITR Form-1 & 4) ભરવા માટે ઓફલાઈન સુવિધા શરૂ કરી દીધી છે. ઓફલાઈન સુવિધા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ હશે. આ નવી ટેકનોલોજી જાવા સ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન પર આધારિત છે. આ ડેટા સંગ્રહ માટે સરળ ટેકનિક છે. ઓફલાઈન સુવિધા વિંડોઝ-7 અથવા ત્યાર બાદ તેના સંસ્કરણ સાથે કોમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકાશે.
આ બંને ફોર્મથી આઈટીઆર ભરનારાઓને મળશે સુવિધા
ઈન્કમ ટેક્સ વિભાગે ફાઈલીંગ માટે સમગ્ર જાણકારી આપતા કહ્યુ હતું કે, ઓફલાઈન સુવિધા ફક્ત આઈટીઆર-1 અને આઈટીઆર-4 માટે છે. આ ઉપરાંત તમામ આઈટીઆરને બાદમાં જોડવામાં આવશે. આઈટીઆર ફોર્મ-1 અને આઈટીઆર ફોર્મ-4 સરળ રીત હતી. જેનો ઉપયોગ મોટી સંખ્યામાં ઓછી આવકવાળા કરદાતા કરતા હોય છે. આ ફોર્મ એવા કરદાતા ભરી શકે છે, જેમની વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધીની છે. સાથે જ તેમની આ આવક મકાનવાળી સંપત્તિ, અન્ય સ્ત્રોતથી મળતી હોય છે.
FAQ દ્વારા કરદાતાઓને ઉપલબ્ધ કરાવાઈ સુવિધા
આઈટીઆર-4 તે વ્યક્તિગત કરદાતા, હિન્દુ અવિભાજિત પરિવાર અને કંપનીઓ ભરી શકે છે. જેમની આવક 50 લાખ રૂપિયા સુધીની હોય. સાથે જ જેમની આવકનો સ્ત્રોત ધંધો અથવા બિઝનેસ હોય. કરદાતાએ આ રિટર્ન ભરવામાં ખૂબ જ સરળતા રહેશે. તેમા પુછવામાં આવતા સવાલોને FAQ દ્વારા મદદ મળશે. જેથી કરદાતા કોઈ પણ સમસ્યા વગર રિટર્ન ફાઈલ કરી શકે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31